For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખૂબ જ ઉપયોગી છે એન્ડ્રોઇડ ફોનના આ 'સિક્રેટ' ફિચર્સ, જાણી લો ફાયદામાં રહેશો!

આજના સમયમાં દરેક ઘરમાં સ્માર્ટફોન જોવા મળશે. એવા ઘણા ઘર પણ છે, જ્યાં પાંચ સભ્યો હોય તો પાંચેય પાસે અલગ અને પોતાનો મોબાઈલ ફોન હોય. તમારી પાસે પણ હશે અને તમે તેનો ઘણો ઉપયોગ કરી રહ્યા હશો.

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં દરેક ઘરમાં સ્માર્ટફોન જોવા મળશે. એવા ઘણા ઘર પણ છે, જ્યાં પાંચ સભ્યો હોય તો પાંચેય પાસે અલગ અને પોતાનો મોબાઈલ ફોન હોય. તમારી પાસે પણ હશે અને તમે તેનો ઘણો ઉપયોગ કરી રહ્યા હશો, પરંતુ જો તમને તમારા પોતાના સ્માર્ટફોન વિશે પૂછવામાં આવે, તો તમે તેના વિશે કેટલું જાણો છો? એટલે કે તમારા ફોનમાં શું ફિચર્સ છે, તો દેખીતી રીતે તમે તેનો સંપૂર્ણ જવાબ આપી શકો છો.

android smartphone

બહુ ઓછા લોકો હશે જેમને તેમના એન્ડ્રોઇડ ફોન વિશે બધું જ ખબર હશે. વાત એ છે કે લોકો સ્માર્ટફોનને અન્ય લોકોની દેખાદેખીમાં વાપરે છે, પરંતુ તેના તમામ ફિચર્સને સમજવાની કોશિશ કરતા નથી. આજે આપણે એવી કેટલીક સરળ ફિચર્સ વિશે જાણીશું છે, જે તમને ખુબ જ ઉપયોગી થશે.

આવો જાણીએ એન્ડ્રોઇડ ફોનની કેટલાક આવા જ 'સિક્રેટ' ફિચર્સ વિશે

બેટરી સેવર ફિચર્સ

બેટરી સેવર ફિચર્સ

તમારા સ્માર્ટફોનમાં આવી ઘણી એપ્સ છે, જે બેટરીનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે, પરંતુ તમે તેમના વિશે જાણતા નથી. તેથી જાણવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારાફોનના સેટિંગ્સમાં જાવ અને બેટરી માટેના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને કઈ એપ કેટલી બેટરીનો વપરાશ કરે છે, તેની સંપૂર્ણ માહિતી મળશે.

એકથી વધુ ફિંગરપ્રિન્ટ્સ એડ કરો

એકથી વધુ ફિંગરપ્રિન્ટ્સ એડ કરો

ઘણી વખત એવું બને છે કે, આપણે આપણા ફોનમાં ડાબા હાથની ફિંગરપ્રિન્ટ સેટ કરીએ છીએ, પરંતુ જો ડાબો હાથ કોઈ કામમાં વ્યસ્ત હોય તો આપણે વિચારવું પડે કેફોનનું લોક કેવી રીતે ખોલવું.

આ સમસ્યાથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે, તમારા ફોનમાં બે ફિંગરપ્રિન્ટ્સ ઉમેરો. આ માટે સેટિંગ્સ પર જાઓ અને 'પાસવર્ડએન્ડ સિક્યોરિટી' પર ક્લિક કરો અને નવી ફિંગરપ્રિન્ટ ઉમેરો.

ફોટા અને વીડિયો ડિલીટ થઇ જવાની ચિંતામાંથી થઇ જાવ મુક્ત

ફોટા અને વીડિયો ડિલીટ થઇ જવાની ચિંતામાંથી થઇ જાવ મુક્ત

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના મોબાઇલમાં જ ફોટા, વીડિયો સહિતની ઘણી મહત્વની ફાઇલ્સ રાખે છે, પરંતુ જરા કલ્પના કરો કે, તમારો ફોન ક્યાંકખોવાઇ જાય તો શું થશે?

તમારા મહત્વના ફોટા, વીડિયો અને ફાઈલ્સ ગૂમાવવા પડશે. એટલા માટે તમે તમારા ફોનમાં ઓટો બેકઅપ ચાલુ રાખો. આ માટે સેટિંગ્સ પરજાઓ અને Gmail ID પસંદ કરો અને બેકઅપ નાઉ પર ક્લિક કરો. આ તમારા તમામ ડેટાનું બેકઅપ લેશે અને તમને મેમરી લોસની ચિંતા મુક્ત કરશે.

આવી અવનવી ટ્રીક જાણવા માટે વનઇન્ડિયા ગુજરાતી સાથે જોડાયલા રહો અને કોમેન્ટમાં તમારા મુલ્યવાન પ્રતિભાવ આપવાનું ન ભૂલશો. તમારા પ્રતિભાવ અમારો ઉત્સાહ વધારશે અને અમે તમારા માટે આવી જ રસપ્રત માહિતી રજૂ કરતા રહેશું.

English summary
There will be very few people who know everything about their Android phone. The thing is that people use smartphones in other people's appearance, but do not try to understand all its features.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X