For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવો ખુલાસો: ઘોડાગાડી ચલાવતા હતા આસારામ, નાઇ પણ બન્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અજમેર, 4 સપ્ટેમ્બર: યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા આસારામ બાપુ જ્યારથી પોલીસના હાથે ચડી ગયા છે ત્યારથી તેમના વિશે નવા-નવા ખુલાસા સામે આવી રહ્યાં છે અને તેમાંથી કેટલાક ખુલાસા ચોંકાવનારા પણ છે.

તમને એ જાણીને આશ્વર્ય થશે કે આદ્યાત્મિક ગુરૂ બન્યા તે પહેલાં તેઓ ગુજરાન ચલાવવા માટે અજમેરમાં ઘોડાગાડી ચલાવતા હતા. તેમને આ કામ લગભગ બે વર્ષ સુધી કર્યું હતું.

જોધપુરના ડીસીપી અજય પાલ લાંબાને ઘમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્ર ઉત્તર પ્રદેશથી ફેક્સ કરવામાં આવ્યો છે અને માનવામાં આવે છે કે તેને આસારામના સમર્થકોએ મોકલ્યો છે.

જોધપુરના આસિસ્ટંટ પોલીસ કમિશ્નર ચંચલ મિશ્રાએ જણાવ્યું હતું કે ડીસીપી અજયપાલ લાંબાને મંગળવારે ધમકી ભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમને જણાવ્યું હતું કે આસારામની ધરપકડ પહેલાં પોલીસને લાંચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બીજી તરફ આસારામની જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે. બપોર બાદ જામીન અરજી પર ચુકાદો સંભળાવવામાં આવશે.

આસારામ અજમેરમાં ચલાવતા હતા ઘોડાગાડી

આસારામ અજમેરમાં ચલાવતા હતા ઘોડાગાડી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અનુસાર યુવાન આસુમલ તરીકે તે રેલવે સ્ટેશન પરથી લોકોને પોતાની ઘોડાગાડીમાં અજમેર શરીફ દરગાહ લઇ જતા હતા. ભાગલા બાદ આસુમલના પિતા તાઉમલ હરપલાણી પાકિસ્તાનના સિંઘમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હતા. આસુમલની ઉંમર સાત વર્ષની હતી અને તેમનો પરિવાર એકદમ ગરીબ હતો.

2 વર્ષ સુધી ચલાવી ઘોડાગાડી

2 વર્ષ સુધી ચલાવી ઘોડાગાડી

તમને એ જાણીને આશ્વર્ય થશે કે આદ્યાત્મિક ગુરૂ બન્યા તે પહેલાં તેઓ ગુજરાન ચલાવવા માટે અજમેરમાં ઘોડાગાડી ચલાવતા હતા. તેમને આ કામ લગભગ બે વર્ષ સુધી કર્યું હતું.

1963માં અજમેરમાં વસ્યા

1963માં અજમેરમાં વસ્યા

તાઉમલે ગુજરાતના કેટલાક શહેરોમાં અલગ-અલગ કામ કર્યું અને અંતે 1963માં અજમેરમાં જઇ વસ્યાં, જ્યાં તેમના એક સંબંધીએ બોલાવ્યા હતા. આસુમલ ખરીકુઇમાં પોતાના કાકાના ઘરે રહેતા હતા.

આસારામ કાપતા હતા વાળ

આસારામ કાપતા હતા વાળ

એડવોકેટ ચરણજીત સિંહ ઓબરૉયે જણાવ્યું હતું કે 'તે ખરીકુઇ ચોક પર ઘોડાગાડીવાળાઓ સાથે બેસતા હતા અને ખૂણા પર બનાવવામાં આવેલી દુકાન પર તેમના બાલ પર કાપતા હતા.

આસારામ પાસે હતી એક ઘોડાગાડી

આસારામ પાસે હતી એક ઘોડાગાડી

તેમની પાસે એક ઘોડાગાડી હતી અને તેને રોજ જોયા કરતા હતા. 82 વર્ષીય ગુલ બાદશાહ પણ ત્યાં ઘોડાગાડી ચલાવતા હતા. તેમને જણાવ્યું હતું કે તે દિગ્ગી ચોક ઘોડાગાડી સ્ટેન્ડ આવતો હતો. મેં તેના વિશે ઘણું સાંભળ્યું હતું.

English summary
Self-claimed godman Asaram rode a tonga for a living for at least two years in Ajmer before reinventing himself as a spiritual man. As young Asumal, he carted pilgrims on a pony cart from the railway station to Ajmer Sharif Dargah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X