For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાવણમાં શિવની ભસ્મ આરતીનું શું છે મહત્વ?

શ્રવાણ માસમાં શિવ ભક્તિનું અને ખાસ કરીને શિવજીની ભસ્મ આરતીનું ખૂબ મહત્વ હોય છે. શા માટે, જાણો અહીં...

By Staff
|
Google Oneindia Gujarati News

શ્રાવણનો પહેલો સોમવાર જ્યાં જાતકોને તમામ સમસ્યાઓ અને બંધનોથી મુક્તિ અપાવનાર હોય છે અને બીજો સોમવાર શિવભક્તોને સારુ એવું સ્વાસ્થ્ય અને બળ પ્રદાન કરનાર છે. શ્રાવણની પૂજાનું ખાસ મહત્વ હોય છે, શ્રાવણ હંમેશા લોકોની ખુશી, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે, જોકે શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ રીતે પૂજા-આરતી કરવામાં આવે છે. લોકો શિવલિંગને દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવે છે, જ્યારે ક્યાંકને ક્યાંક ભસ્મથી આરતી થાય છે.

આમ તો દરેક સ્થળે મંદિરોના હિસાબે પૂજા થાય છે પરંતુ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ખાસ પ્રકારની ભસ્મ આરતી હોય છે. આવો જાણીએ કે શું છે આ ભસ્મ આરતીનું મહત્વ તસવીરોમાં...

વ્યક્તિ ભસ્મમાં મળી જશે

વ્યક્તિ ભસ્મમાં મળી જશે

કહેવાય છે કે વ્યક્તિ એક દિવસ આવી જ ભસ્મ રાખમાં ભળી જશે. એટલા માટે આ ભસ્મથી પૂજા કરવામાં આવે છે જેથી ભસ્મ દ્વારા વ્યક્તિ ભગવાન શિવથી જોડાયેલો રહે.

વૃક્ષ-છોડવાઓ-માટીથી પ્રેમ

વૃક્ષ-છોડવાઓ-માટીથી પ્રેમ

શિવજી હંમેશા જંગલો અને પહાડોમાં રહ્યા છે એટલા માટે તેમને હંમેશા વૃક્ષ-છોડ-માટી સાથે પ્રેમ રહે છે, એવું માનવામાં આવે છે કે ભસ્મ દ્વારા વ્યક્તિ તેમની નિકટ પહોંચવાની કોશીશ કરે છે.

રાખનું તિલક

રાખનું તિલક

રાખ હંમેશા પવિત્ર માનવામાં આવે છે એટલા માટે લોકો વાસણોને રાખથી ધોતા હતા. એટલા માટે જ્યારે રાખનું તિલક કરવામાં આવે છે તો વ્યક્તિનું દિલ-દિમાગ શુદ્ધ થઇ જાય છે.

શક્તિ પ્રદાન કરે છે

શક્તિ પ્રદાન કરે છે

ભસ્મ વ્યક્તિની અંદર એક શક્તિ પ્રદાન કરે છે, ભસ્મ ધારણ કરનારા ભગવાન શિવ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ અનુસાર ખુદને ઢાળી લેવા જોઇએ.

English summary
Bhasma Aarti is believed to be the ultimate ritual to please Lord Shiva in Sawan. its gives us Power and Purity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X