For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે NEET PGના કાઉન્સિલિંગ પર આ કારણે રોક લગાવી!

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે સોમવારથી શરૂ થનારી NEET PG કાઉન્સિલિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કાઉન્સિલિંગ દેશભરની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે શરૂ થવાનું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓક્ટોબર : સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે સોમવારથી શરૂ થનારી NEET PG કાઉન્સિલિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કાઉન્સિલિંગ દેશભરની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે શરૂ થવાનું હતું, પરંતુ કોર્ટે કહ્યું છે કે તેને હાલ પૂરતું અટકાવવામાં આવે. જ્યાં સુધી કોર્ટ ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ)માં OBC અને EWS અનામતની વૈધતા મુદ્દે ફૈંસલો નહીં કરે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

NEET

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે, જ્યાં સુધી કોર્ટ ઓલ ઈન્ડિયા ક્વોટામાં EWS-OBC અનામતની માન્યતા સાથે સંબંધિત મુદ્દા પર નિર્ણય ન લે ત્યાં સુધી NEET MDS માટે કાઉન્સેલિંગ શરૂ થશે નહીં. જવાબમાં કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કોર્ટને ખાતરી આપી કે, જ્યાં સુધી કોર્ટ કેન્દ્રના ઓલ ઈન્ડિયા ક્વોટા (ઓલ ઈન્ડિયા) હેઠળ અન્ય OBC અને EWS કેટેગરી માટે અનામત દાખલ કરવાનો નિર્ણય ન લે ત્યાં સુધી NEET-PG માટે કાઉન્સેલિંગ શરૂ થશે નહીં. કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે જો કાઉન્સેલિંગ વહેલું શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે ગંભીર સમસ્યા સર્જાશે.

તમને જણાવી દઈએ કે કેએમ નટરાજે આ ખાતરી ત્યારે આપી હતી જ્યારે કોર્ટમાં અરજી દાખલ કરનાર NEET ઉમેદવારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે બેન્ચને જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે 25 ઓક્ટોબરથી કાઉન્સેલિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

English summary
Supreme Court bans NEET PG counseling for this!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X