For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 20 રોમાન્ટિક કૉમેડી ફિલ્મો જોઈ ઉજવો વૅલેન્ટાઇન ડે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ફેબ્રુઆરી : જ્યારે વાત મૂડ બદલવાની હોય, તો રોમાન્ટિક કૉમેડી કરતાં વધુ સારી મૂવી જોવા જેવો યોગ્ય વિકલ્પ કોઈ નથી. અનેક વાર આપણે ફિલ્મ સારી હોવા છતાં તેવી ફિલ્મોને એટલું મહત્વ નથી આપતાં, કારણ કે તે ફિલ્મો સીરિયસ સિનેમાની કૅટેગરીમાં નથી આવતી હોતી. અહીં સુધી કે જ્યારે વાત ઍવૉર્ડની પણ આવે, તો આ ફિલ્મોને અળગી જ રાખવામાં આવે છે.

ખેર, આગામી 14મી ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન ડે આવી રહ્યો છે. શક્ય છે કે આપની કોઈ પ્રેમિકા કે પ્રેમી ન હોય અથવા તો બ્રેકઅપ થઈ ચુક્યું હો, તો એવામાં આપ આ દિવસ જરૂર કોઇક ઘેરા આઘાતમાં સરી પડશો. આ વૅલેન્ટાઇન ડેએ આપ એવું શું ખાસ કરવાના છો કે જેનાથી આપનો આ દિવસ ખુશખુશાલ બની જાય?

તમારી પાસે કોઈ આઇડિયા નથી? ચાલો અમે આપને આઇડિયા આપી દઇએ. વનઇન્ડિયાએ આપ જેવા સિંગલ લોકો માટે હૉલીવુડ અને બૉલીવુડની ઑલટાઇમ ફેવરીટ રોમાન્ટિક મૂવીઝની 20 ફિલ્મોની પસંદગી કરી છે. આ ફિલ્મો કોઈ પણ સ્રોતમાંથી શોધી કાઢો અને આ વૅલેન્ટાઇન ડેના દિવસે અવશ્ય જુઓ.

પ્રેટી વુમન

પ્રેટી વુમન

આ મૂવીમાં જૂલિયા રૉબર્ટ તથા રિચર્ડ ગેરેએ ખૂબ સારો રોલ કર્યો છે કે જેમાં એક મલ્ટી મિલેનિયર વ્યક્તિને એક વેશ્યા સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મના ગીતો ખૂબ કર્ણપ્રિય છે.

ફોર વેડિંગ્સ એન્ડ ફ્યુનરલ

ફોર વેડિંગ્સ એન્ડ ફ્યુનરલ

આ મૂવીમાં 4 લગ્નો તેમજ 4 અંતિમ સંસ્કાર થવા દરમિયાન હીરો અને હીરોઇન પ્રેમમાં પડે છે.

નૉટિંગ હિલ

નૉટિંગ હિલ

એવું તે શું થાય છે કે જૂલિયા રૉબર્ટ એક સામાન્ય ઇંગ્લિશ નવયુવાનને દલડું દઈ બેસે છે. આ જ સબ્જેક્ટ છે આ મૂવીનો કે જે તેને બેસ્ટ રોમાન્ટિક કૉમેડી ફિલ્મ બનાવે છે.

બિફોર સનસેટ

બિફોર સનસેટ

એક દિવસ બે વ્યક્તિઓની ટ્રેન એક સ્ટેશને છુટી જાય છે અને બંને આખો દિવસ એક સાથે એક જ શહેરમાં સહેલગાહ કરતા વિતાવે છે. તે દરમિયાન બંનેને એક-બીજા સાથે પ્રેમ થઈ જાય છે. આ પ્રસંગે બંને એક-બીજા સાથે વાયદો કરે છે કે હવે છ માસ બાદ બંને આ જ સ્ટેશને મળશે. બંને એક-બીજાને કૉન્ટેક્ટ નંબર સુદ્ધા નથી આપતાં. પછી શું થાય છે, તે જાણવા જુઓ ફિલ્મ.

50 ફર્સ્ટ ડેટ્સ

50 ફર્સ્ટ ડેટ્સ

એક વ્યક્તિ કે જેને લગ્નમાં કોઈ રસ નથી. છતાં એક એવી છોકરી સાથે તેને પ્રેમ થઈ જાય છે કે જેને શૉર્ટ ટર્મ મેમરી લોસની બીમારી છે. ડ્રૂ બૅરીમૂરની દરેક ડેટ પ્રથમ ડેટ હોય છે.

વેડિંગ પ્લાનર

વેડિંગ પ્લાનર

બીજાઓના લગ્નની પ્લાનિંગ કરતાં-કરતાં હીરોઇનને પણ એક દિવસ પ્રેમ થઈ જાય છે. હવે કોણ પ્લાન કરશે એક વેડિંગ પ્લાનરની વેડિંગનું પ્લાનિંગ.

એની હૉલ

એની હૉલ

આ પ્રથમ એવી રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે કે જેને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. આ ફિલ્મ ખૂબ મજાકભરી અને તે જ વખતે હૃદયને સ્પર્શી જનાર મૂવી છે.

વ્હેન હૅરી મેટ સૅલી

વ્હેન હૅરી મેટ સૅલી

હૅરી અને સૅલી અનેક બાબતોમાં એક-બીજા કરતાં બિલ્કુલ અલગ પડતા હતાં. છતાં પણ બંનેને એક-બીજા સાથે પ્રેમ થઈ જાય છે.

ફ્રેન્ડ્સ વિથ બેનીફિટ્સ

ફ્રેન્ડ્સ વિથ બેનીફિટ્સ

આ બે મિત્રો છે કે જેમને લાગણી ધરાવતાં સંબંધ બનાવવાના સ્થાને ફિજિકલ સંબંધ બાંધવામાં વધુ રસ હોય છે.

વિકી ક્રિસ્ટીના બાર્સિલોના

વિકી ક્રિસ્ટીના બાર્સિલોના

આ પ્રણય-કથામાં 4 પ્રેમીઓ છે. આ એક ખૂબ રોમાન્ટિક લવ-સ્ટોરી છે અને સૌથી જુદી છે.

હાઈ ફિડેલિટી

હાઈ ફિડેલિટી

જ્હૉનના 5 હાઈ પ્રોફાઇલ બ્રેકઅપ્સ થાય છે અને તે દરેક વખતે કારણ શોધવામાં વ્યસ્ત થઈ જાય છે કે આખરે તેની લવ લાઇફમાં શું ખોટું થયું?

એટર્નલ સનશાઇન ઑફ ધ સ્પૉટલેસ માઇન્ડ

એટર્નલ સનશાઇન ઑફ ધ સ્પૉટલેસ માઇન્ડ

શું થશે કે જ્યારે આપ પોતાની પ્રેમિકાની યાદોને ટેક્નોલૉજીની મદદે મગજમાંથી કાઢી શકતા હોવ? કંઈક આવું જ છે આ મૂવીમાં કે જેમાં હીરો-હીરોઇન એક-બીજાની યાદો પોત-પોતાના મગજમાંથી કાઢી દે છે, પરંતુ આમ છતાં પ્રેમ તેમના હૃદયમાં વસેલો રહે છે.

ધ પ્રપોઝલ

ધ પ્રપોઝલ

બૉસે પોતાના વીઝાના એક્સટેંશન માટે પોતાના જ કર્મચારીને લગ્ન માટે પ્રપોઝ કરવાનં હોય છે. કર્મચારીને પણ નામ અને પ્રસિદ્ધિ પામવાના ચક્કરમાં બૉસ સાથે પ્રેમ થઈ જાય છે.

સેરેન્ડિપિટી

સેરેન્ડિપિટી

પ્રેમ ચાંસનો વિષય હોય છે, પરંતુ શું આપ પોતાની લાઇફને ચાંસ માટે છોડી શકો છો? હીરોઇને અનેક વાર પોતાનો પ્રેમ તરછોડ્યો, પરંતુ ભાગ્યની બાબત એ હતી કે તેને તેનો પ્રેમ વારંવાર મળી જતો હતો.

લવ એક્ચ્યુલી

લવ એક્ચ્યુલી

જ્યારે એક મૂવીમાં 4 પ્રેમી યુગલો હોય, તો મૂવી કૉમેડી અને સુપર હિટ તો હશે જ.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો રજત, ચૌધરી અને નિશાંત (લિક્વિડ)ની આજુબાજુ ફરે છે અને ત્રણેની પ્રણય-કથાઓ વ્યક્ત કરે છે. આ મૂવી બિલ્કુલ મિસ ના કરતાં, કારણ કે તે આપને ઘણાં પાઠ ભણાવી શકે છે.

એક મૈં ઔર એક તૂ

એક મૈં ઔર એક તૂ

એક અમીર અને સીધો-સાદો માણસ કે જેને જિંદગી જીવતાં બિલ્કુલ નથી આવડતી, તેના જીવનમાં જ્યારે ઝિંદાદિલ છોકરી આવે છે, ત્યારે શું-શું થાય છે? આ જ વાર્તા છે આ ફિલ્મની.

હમ તુમ

હમ તુમ

પ્રથમ વાર હીરો ફ્લાઇટમાં હીરોઇનને મળે છે અને ત્યારથી જ તેમની વચ્ચે નોંકઝોંક શરૂ થઈ જાય છે. આખી ફિલ્મમાં આ બંને માત્ર લડતાં-ઝગડતાં જ દેખાય છે અને છેલ્લે બંનેને પ્રેમ થઈ જાય છે.

જબ વી મેટ

જબ વી મેટ

ડિપ્રેશનથી પીડાતા હીરોનું જીવન કઈ રીતે બદલાઈ જાય છે કે જ્યારે એક મસ્ત અને ફિકરમંદ છોકરી તેને મળે છે?

દિલ ચાહતા હૈ

દિલ ચાહતા હૈ

ત્રણ બિંદાસ્ત મિત્રોને કઈ રીતે સાચો પ્રેમ થાય છે અને પછી કઈ રીતે તેમનું જીવન બદલાય છે. આ જ ખાટી-મીઠી વાર્તા છે દિલ ચાહતા હૈ.

English summary
Oneindia has listed a set of 20 all time favourite romantic comedies. Stock it up and watch them for Valentine's day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X