• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ઍવૉર્ડનો નહીં, કિંગનો ઇંતેજાર કરી રહી છે ‘ક્વીન’!

|

મુંબઈ, 27 માર્ચ : આજકાલ ક્વીન ખૂબ જ ચર્ચામાં છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ કંગના રાણાવતની. ક્યારેક બિગ બી અમિતાભ બચ્ચન પુષ્પગુચ્છ આપી વખાણ કરે છે, તો ક્યારેક આમિર ખાન તેમના ફૅન બની જાય છે, પણ હવે કંગના રાણાવત કોઇક સંબંધને જીવવા માંગે છે. ક્વીન કંગનાએ પોતાનું એક ઘેરુ રહસ્ય શૅર કર્યું છે. તેમણે પોતાના કિંગ એટલે કે બૉયફ્રેન્ડનું નામ જાહેર કર્યું છે કે જેને તેઓ ડેટ કરવા માંગે છે.

તાજેતરમાં જ 27મો જન્મ દિવસ ઉજવનાર કંગના રાણાવત ક્વીન ફિલ્મની સફળતાથી બહુ ખુશ છે. જન્મ દિવસની પાર્ટીમાં કંગનાએ પોતાના બૉયફ્રેન્ડ અંગે ખુલાસો કર્યો, તો ક્વીન ફિલ્મની સક્સેસ પાર્ટીમાં કંગનાએ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ ઍવૉર્ડનો ઇંતેજાર નથી. આમ કહી શકાય કે કંગના રાણાવતને ઍવૉર્ડનો નહીં, પણ બૉયફ્રેન્ડનો ઇંતેજાર છે.

કંગનાએ જણાવ્યું કે તેઓ ન્યુયૉર્ક ખાતે રહેતા પોતાના એક મિત્રને પસંદ કરે છે અને તેમને ડેટ કરવા માંગે છે. તેમણે જણાવ્યું - ન્યુયૉર્કમાં મારો એક બહુ સારો મિત્ર છે કે જેણે થોડાક સમય અગાઉ જણાવ્યું કે તે મને બહુ પસંદ કરે છે. જો સાચુ કહું, તો હું પણ તેને ડેટ કરવા માંગુ છું. તે એક બહુ સારો છોકરો છે અને તેની સાથે ડેટિંગ કરવું મજાનું રહે છે, પણ મને હાલ કંઈ પણ ખબર નથી કે શું થવાનું છે.

કંગનાએ એમ પણ જણાવ્યું કે તેઓ કોઇક રિલેશનશિપમાં રહેવા માંગે છે, પણ હાલ તેઓ પોતાના કૅરિયર અંગે ખૂબ વ્યસ્ત છે અને તેમને નથી લાગતું કે તેઓ હાલ કોઇક સંબંધને પુરતો સમય આપી શકશે. કંગના બોલ્યાં - હું એક રિલેશનશિપમાં રહેવા માંગુ છું. હું થોડાક સમય માટે ફિલ્મોથી દૂર થઈ જિંદગીને માણવા માંગુ છું. હું ઇચ્છુ છું કે વર્ષમાં એક કે બે ફિલ્મો કરૂ, પણ આજકાલ જેટલી ઑફરો આવી રહી છે, તે બહુ સારી છે અને હું ઇનકાર નથી કરી શકી રહી. તેથી મારીપાસે ડેટ કરવાનો સમય ક્યાં છે. નોંધનીય છે કે અગાઉ કંગનાએ શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન અને યૂકેના ડૉક્ટલ નિકોલસ લૅફરટીને ડેટ કર્યાં છે.

ચાલો જોઇએ ક્વીન ફિલ્મની સક્સેસ પાર્ટીની તસવીરો અને જાણીએ કે ત્યાં શું થયું :

ક્વીનની સફળતાની ઉજવણી

ક્વીનની સફળતાની ઉજવણી

ક્વીન ફિલ્મની સફળતાની ઉજવણી ગઈકાલે મુંબઈ ખાતે કરવામાં આવી. મુંબઈની એક ફેમસ ક્લબમાં યોજાયેલ પાર્ટીમાં ફિલ્મના દિગ્દર્શક વિકાસ બહલ, હીરોઇન કંગના રાણાવત અને હીરો રાજકુમાર રાવ હાજર રહ્યા હતાં.

ટીમને અભિનંદન

ટીમને અભિનંદન

કંગના રાણાવતે આ પાર્ટીમાં સમગ્ર ટીમની મુલાકાત કરી તમામને સફળતા બદલ અભિનંદન આપ્યાં.

કેક કાપવામાં આવ્યું

કેક કાપવામાં આવ્યું

કંગના રાણાવતે સક્સેસ પાર્ટીની ઉજવણી કેક કાપીને કરી. પછી તેમણે મીડિયાના સવાલોના જવાબ આપ્યા.

ઍવૉર્ડમાં રસ નથી

ઍવૉર્ડમાં રસ નથી

કંગનાએ પૂછવામાં આવ્યું કે ક્વીનની સફળતા બાદ તેમને હવે ઍવૉર્ડ્સનો પણ ઇંતેજાર રહેશે. જવાબમાં કંગનાએ કહ્યું - મને ઍવૉર્ડમાં કોઈ રસ નથી. ફિલ્મની સફળતા જ મારા માટે બધુ છે. હું બસ એટલુ જ જાણુ છું.

કોઈની સાથે સ્પર્ધા નથી

કોઈની સાથે સ્પર્ધા નથી

કંગનાને પૂછવામાં આવ્યું કે ક્વીનની સફળતા સાથે જ તેઓ બૉલીવુડની બીજી લીડિંગ એક્ટ્રેસિસને ટક્કર આપવા તૈયાર છે? કંગનાએ જણાવ્યું - મારી કોઈની સાથે સ્પર્ધા નથી અને ક્યારેય એવુ થશે પણ નહીં. મારી સ્પર્ધા માત્ર મારી સાથે છે અને હું બસ આ વાતથી ખુશ છું કે મારૂં કૅરિયર સારી રીતે આગળ વધી રહ્યું છે.

વહેલા નિકળી ગયાં કંગના

વહેલા નિકળી ગયાં કંગના

કંગના રાણાવતે આ પાર્ટીમાં વધુ એન્જૉય ન કરતાં વહેલા નિકળી સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં.

વિકાસ-રાજકુમારે કર્યુ એન્જૉય

વિકાસ-રાજકુમારે કર્યુ એન્જૉય

કંગના રાણાવત ભલે વહેલા નિકળી ગયા હોય, પણ વિકાસ બહેલ અને રાજકુમાર રાવે મોડી રાત સુધી પાર્ટી એન્જૉય કરી હતી. તેમની સાથે ફૅન્ટમ ફિલ્મ્સ તથા વાયકૉમ 18ના ક્રૂ મેમ્બર્સ પણ હાજર રહ્યા હતાં.

ક્વીનની સક્સેસ પાર્ટી

ક્વીનની સક્સેસ પાર્ટી

ક્વીનની સક્સેસ પાર્ટી અગાઉ તાજેતરમાં જ કંગનાએ જન્મ દિવસની પાર્ટી કરી હતી.

English summary
Kangana Ranaut is currently busy celebrating the rave reviews her latest release Queen is getting and basking in the praises showered on her, but the actor is now ready to juggle work with play.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more