"સલમાન તો છે જ, પરંતુ પૈસાના મામલે અક્ષય કુમારની સલાહ લઇશ"

Written By:
Subscribe to Oneindia News

કૉફી વિથ કરણના આ અઠવાડિયાના એપિસોડમાં સુપર પરફેક્શનિસ્ટ આમિર ખાન દેખા દેશે અને તેમનો સાથે આપશે દંગલની તેમની ઓન-સ્ક્રિન ડોટર્સ. આ અઠવાડિયે કૉફી કાઉચ પર આમિર ખાન, સાન્ય મલ્હોત્રા અને ફાતિમા શેખ જોવા મળશે.

aamir khan

સલમાન ખાન બાદ આમિર ખાનનો આ એપિસોડ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. આ એપિસોડના એક સેક્શનમાં જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે તેઓ બોલિવૂડમાં કોની સલાહ લેવાનું પસંદ કરશે? તો આમિરે જવાબ આપ્યો, સલમાન ખાન.. કારણ કે તેઓ જરા અલગ, જરા વાંકુ વિચારે છે અને તેમણે જે વિચાર્યું હોય એ સાચું પણ ઠરે છે. પરંતુ પૈસાના મામલે હું અક્ષય કુમારની સલાહ લેવાનું પસંદ કરીશ.' આનું કારણ જણાવતાં આમિરે કહ્યું કે, 'અહીં કોફી વિથ કરણમાં જ ટ્વિંકલે જણાવ્યું હતું કે અક્ષય પાસે પૈસા ભરેલી તિજોરી છે.' Cool

અહીં વાંચો - કરણ જોહરની આગામી ફિલ્મમાં આર્યન ખાન અને સારા અલી ખાન જોડી જમાવશે!!

હવે સલમાન ખાન કે અક્ષય કુમાર આનો શું જવાબ આપશે એ જાણવું મજેદાર રહેશે. જો કે, હાલ તો કૉફી વિથ કરણના આ મજેદાર એપિસોડની રાહ જોવાઇ રહી છે.

English summary
Will take general advice from Salman, for financial tips will seek help from Akshay says Aamir Khan on Koffee with Karan.
Please Wait while comments are loading...