For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતે પૂર્ણ કર્યુ કોવિડ વેક્સીનેશનમાં 10 કરોડનુ લક્ષ્ય

જરાત રાજ્યએ કોરોના વેક્સીનેશમાં 10 કરોડનુ લક્ષ્ય પૂર્ણ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ કોરોના વેક્સીનેશમાં 10 કરોડનુ લક્ષ્ય પૂર્ણ કર્યુ છે. આ લક્ષ્ય એક વર્ષમાં પૂરુ કરીને ગુજરાત અગ્રેસર રહ્યુ છે. પ્રતિ દસ લાખે બે ડોઝના લાભાર્થીએ 9.96 લાખ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોરોના વૉરિયર્સને અભિનંદન આપ્યા છે.

corona

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વેક્સીનેશનનો આરંભ સમગ્ર દેશ સાથે 16મી જાન્યુઆરી, 2021થી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 31મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સીનેશન શરુ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યુ હતુ. રાજ્ય સરકારે સ્પેશિયલ સેશન, શાળા-કૉલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટજી દ્વારા પ્રાથમિકતા ધોરણે વેક્સીન આપી છે.

ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના 48711681 એટલે કે 98.8 ટકા લાભાર્થીને પહેલો ડોઝ, 45936481 એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના 95.7 ટકાને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલુ જ નહિ, ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના બાળકોને કોવિડ વેક્સીન આપવાની કામગીરી શરુ કરી પાત્રતા ધરાવતા 35.50 લાખ બાળકો પૈકી 79.9 ટકા એટલે કે 2844496ને પહેલો ડોઝ અને 52.2 ટકા એટલે કે 1010267ને બીજો ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

English summary
Gujarat completed coronavirus vaccination target of 10 crores in 1 year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X