શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ કેસમાં નવો વણાંક, જાણો શું થયો ખુલાસો?
ગુજરાતમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્નીના રહસ્યમય મોતના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આ કેસ અકસ્માત કે આપઘાતનો જણાતો હતો, પરંતુ પોલીસ તપાસમાં હવે આ મામલો પત્નીની હત્યા બાદ આપઘાતનો હોવાનું ખુલ્યું છે.

અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ, યશરાજસિંહે પહેલા પોતાની પત્ની રાજેશ્વરીબાને ગોળી મારી હતી અને ત્યારબાદ પોતે પણ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું હતું. ડીસીપી ડો. હર્ષદ પટેલે પુષ્ટિ કરી છે કે, તપાસમાં આ ઘટના કોઈ અકસ્માત નહીં પણ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા હોવાનું સાબિત થયું છે.
ઘટનાની રાત્રે દંપતી સંબંધીને ત્યાં જમીને પરત ફર્યું હતું, જે બાદ લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના મતે, રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છૂટીને માથાના પાછળના ભાગે વાગે તે ટેકનિકલી શક્ય નથી, જેથી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રિવોલ્વરમાં માત્ર બે જ બુલેટ હતી અને બંનેનો ઉપયોગ થયો હતો, જે દર્શાવે છે કે આ આખી ઘટના ચોક્કસ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, આધુનિક રિવોલ્વરમાં સેફ્ટી લોક હોવાથી ટ્રિગર દબાવ્યા વગર ગોળી ચાલવી અશક્ય છે, જે યશરાજસિંહના ઈરાદા તરફ ઈશારો કરે છે.
હાલ પોલીસ દ્વારા દંપતીના મોબાઈલ ફોન અને કોલ ડિટેઈલ્સની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે જેથી હત્યા પાછળનું કારણ જાણી શકાય. ફોરેન્સિક રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ હાઈપ્રોફાઈલ કેસમાં હજુ પણ અનેક મોટા ખુલાસાઓ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
