For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર સરોવર ડેમ પર 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે ૧૩૫.૦૯ મીટરે નોંધાયેલ છે. અને હાલમાં દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પા

|
Google Oneindia Gujarati News

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે ૧૩૫.૦૯ મીટરે નોંધાયેલ છે. અને હાલમાં દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો નોંધાઇ રહ્યોં છે. ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૮,૩૨૦.૩૦ મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો ૮૭.૯૫ ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા ૨૬ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૨૬ દિવસમાં અંદાજે રૂા.૧૦૬.૯૪ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

Bhupendra Patel
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૨ મી ઓગષ્ટના રોજ નર્મદા ડેમના કુલ-૫ દરવાજા ખોલીને આશરે સરેરાશ ૧૦ હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ગઇકાલે તા.૧૩ મીએ સવારે આશરે ૦૭:૦૦ કલાકના સુમારે નર્મદા ડેમના ખોલાયેલા પાંચ દરવાજામાંથી બે દરવાજા બંધ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગઇકાલે રાત્રે નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાથી રાત્રિના આશરે ૦૮:૦૦ કલાકના સુમારે ડેમના વધુ ૭ દરવાજા ૪૦ સે.મી. ખોલીને કુલ-૧૦ દરવાજા મારફત આશરે સરેરાશ ૩૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો. ત્યારબાદ ડેમના ઉપરવાસમાથી પાણીનો સતત વધારો થતા આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ સવારે આશરે ૧૧:૩૦ કલાકના સુમારે નર્મદા ડેમના વધુ પાંચ દરવાજા ૬૦ સે.મી. ખોલીને નર્મદા ડેમમાંથી આશરે સરેરાશ ૬૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યોં હતો. ત્યાબાદ આજના દિવસે પુન: બપોરે આશરે ૦૨:૦૦ કલાકના સુમારે વધુ ૮ દરવાજા ૫૦ સે.મી. ખોલીને બપોરના ૦૨:૦૦ કલાની સ્થિતિએ કુલ-૨૩ દરવાજા ૫૦ સે.મી. ખોલીને આશરે સરેરાશ ૮૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યોં હતો ત્યારબાદ પણ ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમના ખોલાયેલા ૨૩ દરવાજાને બપોરે આશરે ૦૪:૦૦ કલાકના સુમારે ૫૦ સે.મી.થી વધારીને ૬૦ સે.મી. સુધી ખોલાયા હતા અને તે દ્વારા આશરે એક લાખ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો નર્મદ નદીમાં છોડાઇ રહ્યો છે.

આશરે છેલ્લા ૨૬ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ ૦૬ યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા ૨૬ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદીની જળસપાટીમાં હાલ સતત વધારો નોંધાઇ રહ્યોં છે.

તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ તા.૧૨ મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે તા.૧૪ મીની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ ૨૦,૦૭૪ ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં કુલ રૂા.૨.૯૪ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં મુકાયેલ છે. તેમજ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકા મામલતદારશ્રીઓ સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીશ્રીઓને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે.

English summary
23 gates of Sardar Sarovar Dam opened
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X