ગાંધીનગર કલેકટર ઓફિસ માં યુવકે કર્યો આત્મવિલોપન નો પ્રયાસ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગાંધીનગર કલેક્ટર કચેરી ના કમ્પાઉન્ડમાં ગુરૂવારે સવારે 41 વર્ષીય નરવરસિંહ ચૌહાણ નામના વ્યક્તિ એ આત્મલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ હતી. જોકે લોકલ પોલીસ અને ફાયર બ્રિગેડ ના જવાનો એ સમયસૂચકતા વાપરી યુવક પોતાના શરીર પર કેરોસીન છાંટે તે પહેલાં તેને પકડી લીધો હતો. નટવરસિંહને રહેમરાહે સરકારી નોકરી ન મળતા આ પગલું ભર્યું હતું.

gandhinagar

ગાંધીનગર જિલ્લાના લવાડ ગામમાં રહેતા નટવરસિંહ ના પિતા વિજયસિંહ નું અવસાન 1990માં થયું હતુ ત્યારે તે બાગાયત વિભાગ ગાંધીનગર માં ફરજ બજાવતા હતાં. તેમના મૃત્યુ બાદ નટવરસિંહે રહેમરાહે નોકરી મેળવવા માટે અરજી કરી હતી. જોકે તેમને એક વર્ષ બાદ નોકરી મળી હતી પણ છ મહિના બાદ તેમને કોઈ કારણ વિના છુટા કરી દેવામાં આવ્યા હતા. જેથી તે હાઈ કોર્ટ માં ગયા હતા જ્યાં 2005 કોર્ટે હુકમ કર્યો હતો કે તેમને તાત્કાલિક અસરથી ફરજ પર લેવા પણ ફરજ પર લીધા ના 2 વર્ષ માં ફરીથી છુટા કરી દેતા નટવરસિંહે આ અંગે અનેક રજુઆત કરી હતી પણ તેમની રજુઆત ને ધ્યાન માં લેતા તેમને 8મી તારીખે કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન ની ચીમકી આપી હતી.

તેના પગલે આજે સવારથી જ પોલીસે સ્ટાફ રોકી દીધો હતો અને આત્મવિલોપન ના બનાવને રોકવા ની તૈયારી કરી હતી. આ સમયે એક વ્યક્તિ મુખ્ય દરવાજા પાસે આવીને શરીર પર કેરોસીન છાંટી દીધું હતું . જોકે દીવાસળી ચાંપે એ પહેલાં પોલીસે ઝડપી લીધો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

English summary
A Men try to attempt suicide in gandhinagar collector office

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.