For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: કારમાંથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

બોપલ ઓવરબ્રિજ પાસેથી ગાડીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતોવાડજ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ મકવાણાનો હતો મૃતદેહઆ અંગે વધુ વાંચો અહીં...

By Lekhaka
|
Google Oneindia Gujarati News

શુક્રવારે સાંજે અમદાવાદના બોપલ ઓવરબ્રીજ પાસે બલેનો કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતા બોપલ અને સરખેજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કારની ડ્રાઇવર સીટ પર જે યુવક મળી આવ્યો હતો તે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ મકવાણા હતા. જે સાણંદમાં રહેતા હતા. જો કે સાવચેતીના ભાગરૂપે નજીકમાં આવેલી કેડીલા ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ડોક્ટરે જણાવ્યું હતું, રણજીતસિંહનું મોત થઇ ચુક્યું છે. જેમાં હાર્ટ એટેક કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો.

vadaj ranjitsinh makvana

આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી આર રામાણીએ જણાવ્યું હતું કે, રણજીતસિંહનું મોત હાર્ટ એટેકના કારણે થયાની શક્યતા છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના ચોક્કસ ખબર પડી શકે તેમ છે. જો કે હાલ અમે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યારે વાડજ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર જે આઇ રાઠવા કહે છે કે, રણજીતસિંહ ગત તારીખ 11મી ડીસેમ્બરથી સીક લીવ પર હતા. રણજીતસિંહ અવારનવાર ફરિયાદ કરતા હતા કે તેમને છાતીમાં દુખાવા રહેતો હતો. આથી અમે એમને જનરલ ડ્યુટીમાં જ રાખ્યા હતા અને ભારે કામની ડ્યુટી સોંપવામાં આવતી નહોતી. હાલ અમે તેમના મે઼ડીકલ રિપોર્ટને તપાસી રહ્યા છે. રણજીતસિંહ સાણંદમાં રહેતા અને બલેનો કાર લઇને સાંણદથી વાડજ અપડાઉન કરતા અને શુક્રવારે કદાચ સાણંદ જતા તેમનું મોત થયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ બનાવ બાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. રણજીતસિંહના પરિવારમાં બે સંતાનો અને પત્ની છે. નાની ઉંમરમાં મૃત્યુ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
English summary
Ahemdabad: Police constable found dead in his car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X