અજીત પવારના મોત બાદ શરદ પવારની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બુધવારે બારામતીમાં એક વિમાન અકસ્માતમાં નિધન થયું છે.
ચૂંટણી પ્રચાર માટે જઈ રહેલું પાંચ સીટો ધરાવતું ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતા અજીત પવાર સહિત તેમાં સવાર તમામ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે.

આ ભયાનક દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર પવાર પરિવાર અને મહારાષ્ટ્રના રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પુત્ર સમાન ભત્રીજાના નિધનના સમાચાર સાંભળીને શરદ પવાર તાત્કાલિક બારામતી પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં જઈ અજીત પવારના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.
શરદ પવાર અજીત પવારના પાર્થિવ દેહને જોઈને અત્યંત ભાવુક બન્યા હતા અને તેમના ચહેરા પર પોતાના વહાલા ભત્રીજાને ખોવાનું ઊંડું દુઃખ સ્પષ્ટપણે દેખાતું હતું.
આ કરૂણ ઘટના પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે જણાવ્યું કે, આ એક અત્યંત દુખદ અકસ્માત છે અને આ નુકસાનની ભરપાઈ કોઈ પણ રીતે શક્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ દુર્ઘટનાથી રાજ્યને મોટી ખોટ પડી છે અને આ માત્ર એક અકસ્માત છે, આમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ જોવું જોઈએ નહીં.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
