For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ બિટકોઈન ખંડણી કેસમાં સસ્પેન્ડેડ SPને મળ્યા જામીન

અમદાવાદઃ બિટકોઈન ખંડણી કેસમાં સસ્પેન્ડેડ SPને મળ્યા જામીન

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ જગ્દિશ પટેલ સુરતના બિઝનેસમેન શૈલેષ ભટ્ટ સહિત ગાંધીનગરથી અમુક શખ્સોનું અપહરણ કરી કરોડો રૂપિયાના બિટકોઈનની ખંડણી માગવાના કેસનો આરોપી છે. સોમવારે ગુજરાત હાઈકોર્ટે જગદિશ પટેલના જામીન મંજૂર ક્યા છે, જે અપહરણ અને 130 કરોડના બિટકોઈનની ખંડણી માગવાના કેસમાં જેલના સળિયા પાછળ હતો. સાથે જ કોર્ટે જગદિશ પટેલના ગુનેગા સાથી અને વકીલ કેતન પટેલના જામીન પણ મંજૂર કર્યા છે.

bitcoin extortion case

જસ્ટિસ એ.જે. દેસાઈએ જગદિશ પટેલની જામીન અરજી મંજૂર કરી નિયમિત જામીન પર છોડવાનો ઓર્ડર આપ્યો છે. જણાવી દઈએ કે જગદિશ પટેલ અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ હતા. જેમણે સુરતથી શૈલેષ ભટ્ટ નામના બિઝનેસમેન અને ગાંધીનગરથી અન્યોનું ગાંધીનગરથી અપહરણ કરી કરોડોની કિંમતના બિટકોઈનની માંગણી કરી હતી.

જગદિશ પટેલની સાથે અમરેલી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર અનંત પટેલ અને 8 અન્ય પોલીસકર્મી સહિતના લોકો આ ક્રાઈમમાં ભાગીદા હતા. અનંત કુમારની આગેવાનીમાં પોલીસની એક ટુકડી ગાંધીનગર આવી અને ત્યાંથી શૈલેષ ભટ્ટ અને તેના મિત્રોનું અપહરણ કરી બિટકોઈનની ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપ હતો કે આ ગુનાહિત પ્રવૃત્તિમાં અમરેલીના SP જગદિશ પટેલ પણ સંડોવાયેલા હતા. તપાસ દરમિયાન CIDને માલુમ પડ્યું કે શૈલેષ ભટ્ટના પૂર્વ સહાયક કિરિટ પાલડિયા, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને વકીલ કેતન પટેલ પણ આ મામલામાં સંડોવાયેલા હતા.

આ પણ વાંચો- 22મી જાન્યુઆરીએ પણ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

English summary
Bitcoin extortion case: Gujarat high court accepted bail plea of suspended sp jagdish patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X