For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેન, અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજોએ ઉમેદવારીપત્ર ભર્યાં

|
Google Oneindia Gujarati News

amit-shah-anandi-patel
ગાંધીનગર, 29 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2012 છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતી દ્વારા 28 નવેમ્બરે ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા જ આજે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની હતી.

આજે ભાજપના દિગ્ગજ આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. ગુરુવારે બપોરે 12.39 વિજય મૂહૂર્તમાં ભાજપના આગેવાન અને ગુજરાતના મહેસૂલી પ્રધાન આનંદીબહેન પટેલે ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે "ગુજરાતમાં ભાજપ સરકારે કરેલા પ્રચારની ચમક દેશ-વિદેશ સુધી પહોંચી છે ત્યારે ગુજરાતની પ્રજા વર્તમાન સરકારને ફરી તક આપશે એવો વિશ્વાસ છે."

પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે પણ નારણપુરા વિધાનસભા મતવિસ્તાર માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે "ગુજરાતની પ્રજા ભાજપનો સાથ માંગી રહી છે. આથી કોણ ક્યાંથી ઉમેદવારી નોંધાવે છે તે મહત્વનું નથી. ભાજપે વિકાસ કર્યો છે અને આગળ પણ કરતો રહેશે."

ઉદ્યોગમંત્રી સૌરભ પટેલને આ વખતે બોટાદને બદલે આકોટા બેઠક ફાળવવામાં આવી છે. તેમણે આકોટાથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપના સતીશ પટેલે કરજણ, બાબુ જમના પટેલે દસક્રોઇથી ઉમેદવારીપત્ર ભર્યું છે. જસવંત ભાભોરે લીમખેડાથી ઉમેદવારી નોંધાવી છે.

ભાજપના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.

ભાજપના બીજા તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.

English summary
BJP big name filed nomination forms today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X