For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસદણઃ બાવળિયાની જીત બાદ ગુજરાતમાં ભાજપની સદી

જસદણઃ બાવળિયાની જીત બાદ ગુજરાતમાં ભાજપની સદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ જસદણ વિધાનસભા સીટ પર થયેલ પેટા ચૂંટણીના પરિણામ આજે આવી ગયાં છે. ભાજપના કુંવરજીભાઈ બાવળિયાની 19985 મતથી જંગી જીત થઈ છે. આ જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાવળિયાને શુભેચ્છા આપતા જસદણની જનતાનો પણ આભાર માન્યો, સાથે જ આજે દિવસભર તેઓ રેલી પણ કરનાર છે. જણાવી દઈએ કે કુંવરજીભાઈ બાવળિયાને 90263 વોટ મળ્યાં છે, જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને 70283 મત મળ્યાં છે.

bavadiya

કુંવરજીભાઈ બાવળિયાની જીતની સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપે 100નો આંકડો ટચ કરી લીધો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી. જણાવી દઈએ કે 2017 વિધાનસભા ચૂંટણીમાં જસદણ સીટથી કોંગ્રેસની ટિકિ પર બાવળિયાએ જીદ નોંધાવી હતી. બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે અને તેમણે જુલાઈમાં જ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે અહીં પેટા ચૂંટણી થઈ હતી.

આ પણ વાંચો- જસદણના પરિણામોએ સૌરાષ્ટ્રનો મિજાજ દેખાડી દીધોઃ વિજય રૂપાણી

જણાવી દઈએ કે ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલ હાર બાદ પેટા ચૂંટણી પર સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસની બાજ નજર હતી. લોકસભા ચૂંટણી માટે 2019માં થનાર ચૂંટણી પહેલા આ પેટા ચૂંટણી બંને પક્ષ માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ હતી, હાલ ફરી એકવાર ગુજરાતમાં ભગવો લહેરાયો અને કોંગ્રેસના હાથ નિરાશા જ લાગી છે.

આ પણ વાંચો- જસદણ પેટા ચૂંટણીઃ નાકિયાને ન મળ્યો અવસર, કુંવરજીભાઈ બાવળિયાની જીત

English summary
bjp's century in gujarat assembly with winning jasdan bypoll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X