કચ્છમાં નળક્રિક નજીકથી BSFએ ઝડપી પાકિસ્તાની બોટ

Written By:
Subscribe to Oneindia News

કચ્છ જિલ્લાના નળક્રિક સમુદ્રી વિસ્તારમાંથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના જવાનોએ ગુરૂવારના રોજ એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ બોટમાં 6 પાકિસ્તાની માછીમારો સવાર હોવાની માહિતી મળી છે. બીએસએફની ડીઆઇજી રેંકના ઓફિસરે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, પાકિસ્તાની માછીમારો ભારતની જળસીમા વટાવી અંદર આવી ગયા હતા. 108મી બટાલીયને પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડી હતી.

gujarat

બીએસફ જવાનો પોતાની સ્પીડ બોટની મદદથી આ બોટ ઝડપી પાડવામાં સફળ થયા હતા. બીએસએફ દ્વારા બોટનો કબજો લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. બીએસએફ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી કશું જ શંકાસ્પદ મળ્યું નથી.

મોટેભાગે દરિયો શાંત હોય ત્યારે પાકિસ્તાની માછીમારો ભારતની પેટ્રોલિંગ કરતી બોટને જોઇને પાછા વળી જતા હોય છે, પરંતુ આજે દરિયાના પાણી શાંત ન હોવાથી માછીમારો આવું કરી શક્યા નહોતા, જે કારણે બીએસએફની ટીમ તેમને પકડવામાં સફળ રહી હતી.

English summary
BSF caugt a Pakistani boat in Nal creek area of Kutch.
Please Wait while comments are loading...