જુનાગઢના ઝૂમાં માદા ચિત્તાનું મોત

આ પહેલાં એક મહિના પૂર્વે નર ચિત્તાનું પણ મોત નિપજ્યું હતું. આ ચિત્તાને પણ સિંગાપોરથી મંગાવવામાં આવ્યો હતો. રાણાએ કહ્યું છે કે, 2009માં બે ચિત્તાની જોડીને સિંગાપોરના ઝૂમાંથી મંગાવવામાં આવી હતી અને સક્કરબાગ ઝૂમાંથી ત્રણ સિંહને સિંગાપોર મોકલવામાં આવ્યાં હતા.
ભારતની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના આદેશ બાદ સિંગાપોરમાંથી આ આફ્રિકન ચિત્તાને મંગાવવામાં આવ્યા હતા. અત્રે એ વાત નોંધનીય છે કે જંગલમાં વિહરતા ચિત્તાનું આયુષ્ય 14 વર્ષની આસપાસ હોય છે, પરંતુ જ્યારે તેમને પ્રાણીસંગ્રાહલયમાં કેદ કરવામાં આવે છે ત્યારે ત્યાંના બંધ વાતાવરણના કારણે ચિત્તાના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.












Click it and Unblock the Notifications
