For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોધરાકાંડમાં ફાંસીની સજા પામનાર સલીમ જર્દા ફરાર

By Staff
|
Google Oneindia Gujarati News

અમદાવદ, 20 નવેમ્બરઃ સાબરમતી ટ્રેન હત્યાકાંડ કેસમાં ફાંસીની સજા પામનાર સલીમ જર્દાને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો, જે 14 દિવસના વચગાળાના જામીન પર ઘરે આવ્યો હતો અને તેને 18મીના રોજ હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો નહોતો, જેના કારણે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, તેને ફરાર જાહેર કરીને પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

godhra-kand-2002
બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર, જામીન મેળવ્યા બાદ સલીમ જર્દાએ ઘર રિપેરિંગ કરવાના બદેલ ભીલાડ પાસેથી એક ટ્રકને લૂંટી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચને કેટલાક તોફાની તત્વોએ આગ ચાંપી હતી. આ અંગેનો કેસ ખાસ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો, જેમાં 11 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ 11 ગુનેગારોને સજાના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાયા હતા.

જે દરમિયાન વડોદરા સેન્ટ્રલ જેલમાં ફાંસીની સજા હેઠળ રાખવામાં આવેલા સલીમ ઉર્ફે સલમાન યુસુફ સત્તાર જર્દાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી અને કહ્યું હતું કે તેને ગોધરા ખાતે પોતાના ઘરને રિપેરિંગ કરાવું છે. તેથી કોર્ટે 17 સપ્ટેમ્બરના રોજ તેની અરજી મંજૂર કરી હતી અને 18 નવેમ્બરના રોજ 12 વાગ્યા સુધીમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવા કહ્યું હતું, પરંતુ સલીમ જર્દા હાજર થયો નહોતો, સલીમ હાજર નહીં થતાં તેની શોધખોળ કરાઇ હતી, પરંતુ તેની ભાળ નહીં મળતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો, જેલ સત્તાધીશો દ્વારા સલીમ જર્દા સામે ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Salim Zarda, who was awarded death penalty in the Godhra train burning case, jumped parole leading the Vadodara Central jail to sound an alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X