For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કેવો વિકાસ? ગુજરાતમાં હજી પણ 1.25 કરોડ લોકો પ્રદૂષિત પાણી પીવે છે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 જુલાઇ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને પગલે ગુજરાતને દેશમાં મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવતું હોય પણ હકીકત એ છે કે આજે પણ ગુજરાત સંપૂર્ણ રીતે મોડેલ સ્ટેટ કહી શકાય તેવી સ્થિતમાં નથી. આજે પણ રાજ્યના સવા કરોડ નાગરિકોએ દૂષિત પાણી પીવું પડી રહ્યું છે.

રાજ્યની નર્મદા યોજના સહિતની અનેક પાણી પુરવઠા યોજનાઓમાં છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયા ખર્ચવા છતાં રાજ્યમાં આશરે 1.21 કરોડથી વધુ લોકોને પીવા માટે શુદ્ધ પાણી પૂરું પાડી શકાયું નથી. રાજ્યમાં 73 લાખ પરિવારો હજી પણ પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે.

આ હકીકત અંગે પ્રકાશ પાડતા રાજ્યના સત્તાવાર દસ્તાવેજ ગણાતા સામાજિક અને આર્થિક સમીક્ષાના તાજેતરના અહેવાલમાં જણાવ્યા મુજબ રાજ્યની સાડા છ કરોડની વસતીમાંથી 11.27 ટકા પરિવારોના નસીબમાં હજુ શુદ્ધ પાણી નથી.

મહત્વની બાબત એ છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ 1.36 લાખ પરિવારો અને અમદાવાદમાં 5 લાખ પરિવારોને શુદ્ધ પાણી મળતું નથી. સમગ્ર રાજ્યમાં અંદાજે 1.25 કરોડની વસતીને શુદ્ધ પાણી પીવા મળ્યું નથી. નોંધનીય હકીકત એ છે કે ગામડાંની સાથે શહેરી વિસ્તારોમાં વસતા પરિવારોને પણ શુદ્ધ પાણી પહોંચાડી શકાયું નથી.

રાજ્ય સરકારના સામાજિક-આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ કુલ 1 કરોડ 21 લાખ 81 હજાર 718 પરિવારોમાંથી શહેરી વિસ્તારોમાં વસતા 9 લાખ 9 હજાર 881 અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા 26 લાખ 45 હજાર 96 પરિવારો સુધી પીવાનું પાણી પૂરું પાડતી સરકારી યોજનાઓ હજુ સુધી પહોંચી નથી.

આગળ ક્લિક કરીને જાણો, ક્યાં કેટલા લોકો અશુદ્ધ પાણી પીવે છે...

1

1

અમદાવાદમાં 4.96 લાખ
ગાંધીનગરમાં 1.36 લાખ
વડોદરામાં 4.24 લાખ
સુરતમાં 4.67 લાખ

2

2

અમદાવાદમાં 4.96 લાખ
ગાંધીનગરમાં 1.36 લાખ
વડોદરામાં 4.24 લાખ
સુરતમાં 4.67 લાખ

3

3

જૂનાગઢમાં 4 લાખ પરિવારો
બનાસકાંઠામાં 4.71 લાખ
કચ્છમાં 2.63 લાખ
પાટણમાં 2.04 લાખ

4

4

સાબરકાંઠામાં 4.22 લાખ
સુરેન્દ્રનગરમાં 2.22 લાખ
પોરબંદરમાં 71,000
અમરેલીમાં 2.43 લાખ

5

5

આણંદમાં 2.72 લાખ
ખેડામાં 3.27 લાખ
પંચમહાલમાં 4 લાખ
દાહોદમાં 3.05 લાખ

6

6

નર્મદામાં 1 લાખ
ભરૂચમાં 2 લાખ
ડાંગમાં 44,000
નવસારીમાં 2.27 લાખ

7

7

વલસાડમાં 2.74 લાખ
તાપી જિલ્લામાં 1.48 લાખ પરિવારો હજી પણ અશુદ્ધ પાણી પીવે છે.

English summary
Gujarat : 1.25 crore people still drinking contaminated water.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X