ગુજરાત બોર્ડની હિન્દી ચોપડીમાં પ્રભુ ઇસુને, હેવાન કહ્યા!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત બોર્ડની નવમાં ધોરણની હિન્દીની ચોપડીમાં ભગવાન ઇસીને હેવાન કહેવામાં આવ્યા છે. બોર્ડનું માનીએ તો તેમનાથી ભૂલથી ભગવાનની જગ્યાએ હેવાન લખાઇ ગયું છે. બોર્ડે આ વાતને પ્રિન્ટિંગ ભૂલ ગણીને માફી પણ માંગી છે. જો કે આ ભૂલ બાદ ખ્રિસ્તી સમુદાય રોષે ભરાયો છે. ઇસાઇ સમાજની માંગ છે કે આ પુસ્તકને ત્વરિત પાછું ખેંચવામાં આવે અને નવા સુધારા સાથે આ પુસ્તકનું ફરી વિતરણ કરવામાં આવે.

exam

જો કે ગુજરાત બોર્ડના અધિકારીઓનું કહેવું છે આ તમામ પુસ્તકો પહેલા જ વહેચાઇ ગઇ છે. અને હવે તેને પાછી લેવી અશક્ય છે. જો કે અધિકારીઓએ કહ્યું કે ઓનલાઇન વર્ઝનમાં આ સુધારો કરવામાં આવ્યો છે. અને સાથે જ બોર્ડે શાળાએ એક એડવાયઝરી આપી શિક્ષકો દ્વારા ભણાવતી વખતે આ સુધરો કરવા જણાવ્યું છે. જો કે ખિસ્તી સમુદાયના લોકોએ અમદાવાદમાં ડિસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસ આગળ ધરણા કરી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તેમની માંગ છે આ પર બોર્ડ બનશરતી માફી માંગે અને આ ભૂલ કરનાર સમક્ષ કાયદીય પગલાં લેવામાં આવે. જેથી કરીને આવનારા સમયમાં કોઇ પણ આ રીતે તેમની ધાર્મિક ભાવનાને ન દુભાવે.

English summary
In supposed 'printing mistake' of mammoth proportions, Gujarat board's Class IX Hindi textbooks refer to Jesus Christ as 'Demon' (Haivaan) instead of 'God' (Bhagwan).
Please Wait while comments are loading...