For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ, અમરાઈવાડીમાં સૌથી ઓછું 27.5% મતદાન થયું

શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ, અમરાઈવાડીમાં સૌથી ઓછું 27.5% મતદાન થયું

|
Google Oneindia Gujarati News

ગુજરાતની કુલ 6 વિધાનસભા સીટ પર આજે પેટા ચૂંટણી થવા જઈ રહી છે. જુલાઈમાં યોજાયેલ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી રાધનપુર સીટ પરથી લડી રહ્યા છે, જ્યારે બીજો બળવાખોર નેતા ધવલસિંહ ઝાલા બાયડ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તમામ 6 સીટ પર વાગતે ગાજતે કેમ્પેન કર્યું હતું. થરાદમાં ભાજપના જીવરાજપટેલ સામે કોંગ્રેસના ગુલાબ સિંહ, અમરાઈવાડીમાં ભાજપના જગીશ પટેલ સામે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ, રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈ, લુણાવાડામાં ભાજપના જીજ્ઞેશ સેવક સામે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, ખેરાલીમાં ભાજપના અજમલ ઠાકોર સામે કોંગ્રેસના બાબુજી ઠાકોર, બાયડમાં ભાજપના ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે.. આ પેટા ચૂંટણીમાં અમિત ચાવડાએ કોંગ્રેસ જીતતી હોવાનો દાવો કર્યો છે. જો કે સંપૂર્ણ ચિત્ર 24મી ઓક્ટોબરે સ્પષ્ટ થઈ જશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની પળેપળની અપડેટ અહીં મેળવો.

Gujarat By polls

કોંગ્રેસમાં રાજા હતો, હવે મંત્રી બનીશ: અલ્પેશ ઠાકોરકોંગ્રેસમાં રાજા હતો, હવે મંત્રી બનીશ: અલ્પેશ ઠાકોર

Newest First Oldest First
6:00 PM, 21 Oct

પાંચ વાગ્યા સુધીમાં છ બેઠકમાં સરેરાશ 50 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે પણ કતારમાં હશે તેમને હજુ પણ મતદાન કરવા દેવામાં આવશે.
5:58 PM, 21 Oct

ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી પૂર્ણ સૌથી વધુ થરાદમાં 65.47 ટકા મતદાન અને સૌથી ઓછું અમરાઈવાડીમાં 27.5 ટકા મતદાન થયું.
5:54 PM, 21 Oct

2017ની વિધાનસભા ચૂંટણીમાં ખેરાલુમાં 71.86 ટકા, અમરાઈવાડીમાં 63.97 ટકા, લુણાવાડામાં 67.13 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે વિધાનસભા ચૂંટણી કરતાં પેટાચૂંટણીમાં ઓછું મતદાન થયું છે.
5:52 PM, 21 Oct

અમરાઈવાડીમાં સૌથી ઓછું 27.10 ટકા મતદાન નોંધાયું છે અને હવે મતદાનને માત્ર 10 મિનિટનો સમય જ બાકી છે.
5:29 PM, 21 Oct

મતદાન પૂર્ણ થવામાં હવે માત્ર 30 મિનિટ બાકી છે.
5:19 PM, 21 Oct

ગુજરાતની તમામ 6 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 46 ટકા મતદાન થયું છે.
5:18 PM, 21 Oct

પાંચ વાગ્યા સુધીમાં રાધનપુર બેઠક પર 50 ટકા મતદાન થયું, થરાદમાં સૌથી વધુ 65 ટકા મતદાન થયું, ખેરાલુમાં 42.41 ટકા, લુણાવાડામાં 47.54 ટકા, બાયડમાં 49 ટકા મતદાન થયુ, અમરાઈવાડીમાં સૌથી ઓછું 27.5 ટકા મતદાન થયું. મતદાનમાં હવે માત્ર 45 મિનિટનો જ સમય બાકી છે.
5:10 PM, 21 Oct

અમરાઈવાડી-ખેરાલુમાં મતદાન ઓછું થતાં ભાજપ-કોંગ્રેસ ચિંતિત
5:08 PM, 21 Oct

ખેરાલુ બેઠક પર બુથ નંબર 178નું ઈવીએમ એક કલાક માટે બંધ રહ્યું.
5:01 PM, 21 Oct

રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન થયું
4:41 PM, 21 Oct

મતદાન પહેલા વાયરલ થયેલા આ વડિયોની હજુ કોઈ પુષ્ટિ નથી થઈ શકી.
4:40 PM, 21 Oct

વાયરલ વીડિયોનો હવાલો આપી ધવલસિંહે કોંગ્રેસ પર રૂપિયા વહેંચણીનો સનસનીખેજ આરોપ લગાવ્યો
3:55 PM, 21 Oct

ગુજરાત પેટા ચૂંટણીમાં બપોર પછી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો.
3:35 PM, 21 Oct

મતદાન પૂર્ણ થવામાં માત્ર અઢી કલાક બાકી, અત્યાર સુધીમાં સરેરાશ 34 ટકા મતદાન થયું
3:34 PM, 21 Oct

કેટલાક મતદાન મથકો પર મતદાનોમાં ભારે ઉત્સાહ
2:35 PM, 21 Oct

રાધનપુરના બૂથ નંબર 21 પર મતદાતાઓની પાંખી હાજરી
2:35 PM, 21 Oct

82 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત
1:50 PM, 21 Oct

રાધનપુરમાં 70 ટકા જેટલું મતદાન થશેઃ અલ્પેશ ઠાકોર
1:49 PM, 21 Oct

મણિનગરથી અલગ વિધાનસભા સીટ બનેલ અમરાઈવાડી બેઠક પર અત્યાર સુધીમાં 16.5 ટકા મતદાન થયું
1:49 PM, 21 Oct

મહીસાગરની લુણાવાડા બેઠકમાં અત્યાર સુધીમાં 19 ટકા મતદાન થયું
1:34 PM, 21 Oct

રાધનપુરમાં પણ માત્ર 33 ટકા મતદાન થયું છે
1:34 PM, 21 Oct

અમદાવાદની અમરાઈવાડીમાં સૌથી નિરાશ મતદાન જોવા મળ્યું, અમરાઈવાડીમાં 12.70 ટકા મતદાન નોંધાયું
1:31 PM, 21 Oct

લુણાવાડા બેઠકમાં 26.63 ટકા મતદન થયું છે.
1:31 PM, 21 Oct

મહાસાગરની લુણાવાડા બેઠક પર ભારે સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે.
12:47 PM, 21 Oct

સાડા ચાર કલાકમાં બાયડ બેઠક પર 32 ટકા મતદાન થયું છે.
12:38 PM, 21 Oct

અત્યાર સુધીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું
12:07 PM, 21 Oct

અમરાઈવાડી અને લુણાવાડા બંને સીટો પર મતદાન ઓછું થયું છે, તેના કારણે બંને પક્ષના નેતાઓમાં ચિંતા જોવા મળી છે.
12:03 PM, 21 Oct

અમરાઈવાડી બેઠક પર મતદાન માટે મહિલાઓમાં ભારે ઉત્સાહ, ઘર કામ છોડીને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
11:36 AM, 21 Oct

ચૂંટણીપંચના આંકડા મુજબ થરાદમાં 20.33 ટકા મતદાન થયું, રાધનપુર બેઠક પર 18.70 ટાકા મતદાન, ખેરાલુ બેઠક પર 11.88 ટકા મતદાન, અમરાઈવાડી પર 12.70 ટકા મતદાન, લુણાવાડામાં 16.57 ટકા મતદાન અને બાયડમાં 19.74 ટકા મતદાન થયું.
11:30 AM, 21 Oct

લુણાવાડા બેઠક પર સૌથી ઓછું મતદાન, આ બેઠક પર અત્યારસુધીમાં માત્ર 17 ટકા મતદાન
READ MORE

English summary
Gujarat by Election 2019 live: get all latest updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X