For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોઓપરેટિવ એક્ટમાં સુધારો : સભ્યપદ માટે નિયમો વધુ કડક

|
Google Oneindia Gujarati News

gujrat-map
નવી દિલ્હી, 19 જુલાઇ : ગુજરાત સરકારે કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના નિયમોમાં સુધારા કર્યા છે. રાજ્ય સરકાર હાઉસિંગ સોસાયટીની વહીવટી બાબતોમાં સભ્‍યો સક્રિયા ભાગ ભજવે તેમ ઇચ્છે છે. સભ્યો નિષ્ક્રિયતા દાખવશે તો તેમનું સભ્‍યપદ રદ થશે. આ સુધારામાં સરકારે નિયમોને વધારે કડક બનાવ્યા છે.

ગુજરાત સરકારે માર્ચ મહિનામાં કો ઓપરેટિવ એકટમાં જે સુધારો દાખલ કર્યો છે તે અનુસાર હાઉસિંગ સહિત કોઓપરેટીવ સોસાયટીનો કોઇપણ સભ્‍યએ પાંચ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેવું પડશે. જો સભ્‍ય હાજર નહીં રહે તો તેમનું સભ્‍યપદ રદ્દ થશે.

સુધારામાં સભ્‍યને ગેરહાજરી માટે ખુલાસો કરવાની તક પણ આપવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે જિલ્લા રજીસ્‍ટાર કામકાજ ઉપર પણ કેટલાક નિયંત્રણો લાદયા છે. જો સરકારનું નાણાકીય હિત સંડોવાયેલું હોય તો જ હવે જિલ્લા રજીસ્‍ટાર સોસાયટીને સુપરસીડ કરી શકશે અને ત્‍યાં વહીવટદાર નીમી શકશે.

કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સરકારનો કોઇ હિસ્‍સો ન હોવાથી જિલ્લા રજીસ્‍ટાર કોઇ મુદ્દે સમિતીને સુપરસીડ કરી ન શકે તેમ સહકાર ખાતાના સુત્રોએ જણાવ્‍યું છે. આ નિયમ કૃષિ ક્ષેત્રની મંડળીઓ કે ખેડુતોની ક્રેડિટ સોસાયટીઓને લાગુ પડશે જયાં કૃષિ માટે સરકાર લોન આપતી હોય છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાત સરકારે કોઓપરેટીવ એકટમાં ચૂંટણી સહિતની બાબતો અંગે ધરખમ ફેરફારો કર્યા છે.

English summary
Gujarat Cooperative Act revised: Tighten rules for membership
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X