For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: કીર્તિદાન ગઢવીને મતદાન કરતા અટકાવ્યા, 45 મિનિટ બેસાડી રાખ્યા

જાણીતા લોકગાયક અને ગુજરાત મતદાન કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન કરવા પહોંચેલા જાણીતા લોકગાયક અને ગુજરાત મતદાન કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. માહિતી મુજબ તેઓ અધુરા પુરાવા સાથે મતદાન કરવા ગયા હતા. તેમની પાસે આધાર કાર્ડની હાર્ડકૉપી ન હોવાથી પ્રિસાઈડિંગ ઑફિસરે મતદાન કરવાની ના પાડી હતી. બુથ પરના ચૂંટણી અધિકારીએ હાર્ડ કૉપી મંગાવવા માટે કહ્યુ હતુ. જે બાદ કીર્તિદાન ગઢવી હાર્ડ કૉપી મંગાવી પછી તેઓ મત આપી શક્યા હતા.

Kirtidan Gadhvi

કીર્તિદાન ગઢવીએ તેમની પાસે આધારકાર્ડની ડિજિટલ કૉપી હોવાની જણાવ્યુ હતુ તેમછતાં તેમને 45 મિનિટ સુધી બેસવુ પડ્યુ હતુ. તેમની પાસે ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કર્યા બાદ માધાપરની તાલુકા શાળામાં તેમણે મતદાન કર્યુ હતુ.

સમગ્ર ઘટનાક્રમ વિશે મીડિયાને જણાવી કીર્તિદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઈન્ડિયાનો અમલ નથી થતો. હું 45 મિનિટથી અહીં મતદાન માટે રાહ જોઈ રહ્યો છુ. મારી પાસે આધાર કાર્ડની ડિજિટલ કૉપી છે છતાં મને મત આપતા અટકાવવામાં આવ્યો. ભારત કેવી રીતે ડિજિટલ દેશ બનશે.

તેમણે વધુમાં કહ્યુ કે મોદી સાહેબ સુધી આ વાત પહોંચાડો કે આમને આમ ચાલુ રહેશે તો ભારતમાં ડિજિટલ ઈન્ડિયાનુ કેમ્પેઈન સફળ નહિ થાય. મારા જેવા સેલિબ્રિટીને આટલી વાર રાહ જોવી પડે તો જે નવા મતદારો છે અને જીવનમાં પહેલી વાર મતદાન કરવા માટે આવે છે. તેમની પાસે જો કોઈ પ્રૂફ નહિ હોય તો શું તેમને પાછુ જવુ પડશે? આ રીતે મતદાન ના થઈ શકે.

English summary
Gujarat Election: Kirtidan Gadhvi was prevented from voting, kept sitting for 45 minutes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X