For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારીમાં ગુજરાત સરકાર, અમલીકરણ માટે કમિટી બનાવાઈ!

લાંબા સમયથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે આખરે ગુજરાત સરકાર તેને લઈને સિરિયસ જોવા મળી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : લાંબા સમયથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે આખરે ગુજરાત સરકાર તેને લઈને સિરિયસ જોવા મળી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોર્ડના અમલી કરણ કરવા માટે કમિટીની રચના કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

Uniform Civil Code

ક્રિમિનલ કાયદા દરેક નાગરિકો માટે સરખા છે જ્યારે સિવિલ કાયદા દરેક નાગરિકો માટે અલગ અલગ છે. જે ધર્મ આધારિત છે આ વિસંગતતા દુર કરવા માટે બંધારણની પ્રકરણ 4 ની કલમ 44ની જોગવાઇના આધારે રાજય સરકારે સિવિલકોર્ડ લાવવાનો નિર્ણય કર્યો છે.

સરકાર સિવિલ કોડ લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે હવે બીજેપી કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પત્રકારો સાથે વાત કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આખા દેશમાં દરેક નાગરિકો માટે ક્રિમિનલ કોર્ડ સમાન છે પરંતુ સિવિલ કોર્ડમાં વિસંગતતા છે દેશમાં ક્રમિનલ કાયદા અને સિવિલ કાયદા એમ બે પ્રકારના કાયદા છે. જેમાં ક્રિમિનલ કાયદા દરેક નાગરિકો માટે સરખા છે જ્યારે સિવિલ કાયદા દરેક નાગરિકો માટે અલગ અલગ છે. જે ધર્મ આધારિત છે, આ વિસંગતતા દુર કરવા માટે બંધારણની પ્રકરણ 4 ની કલમ 44ની જોગવાઇના આધારે રાજય સરકારે સિવિલ કોર્ડનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આજે કેબિનેટની બેઠકમા યુનિફોર્મ સિવિલ કોડનું અમીકરણ કરવા હાઇ પાવર કમિટીની રચના થશે અને નવી સરકારમાં કાયદાનું અમલી કરણ કરવામાં આવશે.

પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે, આજે યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય કર્યો છે. આ કાયદાથી લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકાર, દત્તક, છુટાછેડા, જમીન, મકાન વારસાઈ ભાગ બટાઈ, દહેજ, વકફ, વાલીપણું, ભેટ, દાન અને કૌટુંબિક ફંડ જેવી બાબતો માટે ધર્મ, જાતી, સંપ્રદાય, સંસ્કૃતિ માન્યતા અનુસાર અલગ અલગ કાયદા છે. આ કાયદાથી દેશના દરેક નાગરિકને એક સમાન અધિકાર મળશે. આ કાયદા અંગે હાઇકોર્ટના નિવૃત જ્જની અધ્યક્ષતામાં કમિટી રાજયના મુખ્યમંત્રી બનાવશે.

English summary
Gujarat Government in preparation to bring Uniform Civil Code
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X