જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતો ગુજરાતી યુવાન ગુમ થયો પણ...
જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવવા ગયેલા મોડાસાના યુવકના ગુમ થઇ જતા પરિવારજનો ચિંતિત થયા હતા. જો કે હવે પરિવારજનોએ આ સારા સમાચાર આપ્યા છે જાણો વધુ અહીં
મોડાસાના જવાન લાલસિંહ મકવાણા જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવેછે તેઓ પોતાના મોડાસાના ઘરે રજામાં આવ્યા હતા. પરંતુ ઘરેથી જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા ત્યાર બાદ તેઓ પરિવારસાથે અને પોતાના ડ્યૂટી પોઇન્ટ સાથે સંપર્કમાં ન હતા. આથી પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને પોલીસ ફરિયાદ લખાવી હતી. જોકે બે દિવસ બાદ જવાન મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

સમગ્ર ઘટના એવી હતી કે જવાન લાલસિંહ મકવાણા રજામાં ઘરે આવ્યા હતા અને ઘરેથી ડ્યૂટી માટે તેઓ 11 ડિસેમ્બરે નીકળ્યા હતા. તેમના ડ્યૂટી જમ્મુમાં અખનપુર આર્મીની 69મી બટાલિયનમાં હતી. તેઓ જમ્મુ પહોંચી ગયા હતા પરંતુ ટ્રેનમાં તેમનો મોબાઇલ ખોવાઈ જતા તેઓ પરિવારસાથે સંપર્ક કરી શક્યા નહોતા અને ભારે હિમ વર્ષા થતી હોવાથી તેઓ અધિકારીઓ સાથે પણ સંપર્ક કરી શકયા નહોતા. અને આ તરફ ચિંતિતિ પરિવારે મોડાસામાં પોલીસ ફરિયાદ નોઁધાવી દીધી હતી. જોકે જવાન લાલ સિંહ હેમખેમ હતા તે જાણીને તેમના પરિવાર તથા સાથીમિત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો.












Click it and Unblock the Notifications
