For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શિક્ષણનું ખાનગીકરણ કરી મોદી સરકાર ગુજરાતના ભવિષ્યને લિલામ કરે છે'

|
Google Oneindia Gujarati News

jyotiraditya scindhia
સુરત, 4 ડિસેમ્બર: ગુજરાતની ભાજપ સરકાર દેશના અન્ય રાજ્યોના વિકાસથી ઘણી પાછળ છે. ભાજપની સરકાર ગુજરાતની લિલામી કરવાનું કામ કરી રહી છે. એક તરફ ગુજરાતના ખેડુતો વીજળી માગી રહ્યાં છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં જે વીજળી પેદા થાય છે તે વીજળી ગુજરાત નફા માટે અન્ય રાજ્યને વેચી રહી છે. ગુજરાતમાં શિક્ષણનું સંપુર્ણપણે ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. આ શબ્દો સુરતની જાહેર સભામાં કેન્દ્રના ઉર્જા મત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ કહ્યાં હતા.

સુરતના ગોડાદરા અને કતારગામ વિસ્તારમાં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ ચૂંટણીની જાહેર સભા સંબોધી હતી. સભામાં યુવા મંત્રીએ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, ગુજરાતના ખેડુતો વીજ જોડાણ માટે માગણી કરી રહ્યાં છે અને ન મળતા આત્મહત્યા કરી રહ્યાં છે. પરંતુ ગુજરાતમાં જે વીજળી પેદા થાય છે તે વીજળી ખેડુતોને આપવાના બદલે ગુજરાતની ભાજપની સરકાર નફા માટે અન્ય રાજ્યને વેચી રહી હોવાનું જાણતા મને દુઃખ થઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બાળમૃત્યુ દર તથા સગર્ભામાતાનો મૃત્યુદર વધુ છે. આ ઉપરાંત અનેક ક્ષેત્રે ગુજરાત પાછળ છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રનું સંપુર્ણ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. આવું કરીને ગુજરાતની નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ગુજરાતના ભવિષ્યને લિલામ કરી રહી છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની વાત કરે છે પરંતુ ગુજરાતનો વિકાસ છેલ્લા ૧૦ વર્ષનો નહીં પરંતુ ૧૦૦ વર્ષથી થઈ રહ્યો છે. ગુજરાતની છબી વિશ્વમાં ગુજરાતીઓએ બનાવી છે. ગુજરાતની વિકાસગાથા ૧૦૦ વર્ષથી ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વાર ગુજરાત સરકારને ૧.૪૦ લાખ કરોડની રકમ આપી છે. સુરતની વીજ સેવાના નવીનીકરણ માટે પણ કેન્દ્ર સરકારે ૧૭૫ કરોડ રૃપિયા આપ્યા છે. આ સુવિધા તો કેન્દ્ર સરકાર ઉભી કરે છે પરંતુ પાવર તો અહીની સરકારે આપવાનો હોય છે, પણ અહીની સરકાર તો તમારો પાવર વેચીને પોકેટમાં મુકી રહી છે.

ચૂંટણી આવે એટલે ભાજપના નેતાઓ ખેડુતોના દેવા માફ કરવાની વાત કરે છે. પરંતુ જો ખરેખર જો આમ કરવું હોય તો તેઓએ કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે શિખવું પડશે. ખેડુતોના ૭૨ હજાર કરોડના દેવાની માફી સોનિયા ગાંધીએ આપી હતી. એન.ડી.એ.ની સરકારમાં કેરોસીનના ભાવ ૩૫૦ ટકા જેટલો વધાર્યો હતો. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલના ભાવ વધવા છતાં ગરીબોનો ખ્યાલ રાખીને કોગ્રેસે કેરોસીનના ભાવામાં કોઈ વધારો કર્યો નથી.

સુરતનો વધુ વિકાસ કરવો હોય તો ટેક્ષટાઈલ અને ડાયમંડ ઉદ્યોગના વિકાસ સાથે તેમના કર્મચારીઓને સુવિધા આપવી પડશે. પરંતુ અહી તો ટાટા નૈનો અને બાકી ઉદ્યોગોને હજારો કરોડોના ટેક્સ રાઈટ ઓફ કરી દીધો છે. પરંતુ સુરતના કામદારોને મોતના રસ્તા પર ઉભા કરી દીધા છે. વધુમાં જણાવ્યું કે, ભાજપનો નારો ભય હો છે જ્યારે કોંગ્રેસનો નારો જય હો છે. ત્યારે તમારે તમારો નિર્ણય લેવાનો છે કે વ્યાપક દ્રષ્ટિકોણ સાથે જવા માગો છો કે સંકુચિતતાના માર્ગ પર જવું છે. કોંગ્રેસ વિકાસની પરિભાષા હોવાથી તમારે કોંગ્રેસના જ ઉમેદવારોને વિજય બનાવવા જોઈએ.

English summary
Narendra Modi doing auctions of gujarat's future said Jyotiraditya Scindia in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X