For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 થી વધુ શ્રમિકોને મળશે છત, ‘શ્રમ નિકેતન' યોજના માટે થયા MoU

શ્રમિકોને કામના સ્થળની નજીકમાં જ રહેવા તેમજ જમવાની સુવિધાઓ મળી રહે તેવી ઉમદા લાગણી સાથે એક સુંદર યોજના જેનું નામ ‘શ્રમ નિકેતન' છે તેની શરૂઆત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને કામના સ્થળની નજીકમાં જ રહેવા તેમજ જમવાની સુવિધાઓ મળી રહે તેવી ઉમદા લાગણી સાથે એક સુંદર યોજના જેનું નામ 'શ્રમ નિકેતન' છે તેની શરૂઆત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ શુક્રવારના રોજ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને સાણંદ ઈન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન વચ્ચે 1000 થી વધુ શ્રમિકો રહી શકે તેવી હોસ્ટેલ બનાવવા માટેના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમ નિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે.

જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમ નિકેતન ઉભા કરવામાં આવશે. દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે.

યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આર્ટમેન્ટ હેઠળ આવે છે

યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આર્ટમેન્ટ હેઠળ આવે છે

સાણંદ ખાતે ઔદ્યોગિક મજૂરો માટે પ્રથમ શ્રમ નિકેતન છાત્રાલય બનાવવામાં આવશે. આ માટે શુક્રવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની હાજરીમાં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ હોસ્ટેલ રાજ્ય સરકારની શ્રમ નિકેતન યોજના હેઠળ બનાવવામાંઆવશે. આ યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આર્ટમેન્ટ હેઠળ આવે છે.

રૂપિયા 10 કરોડના ખર્ચે તૈયાર થશે

રૂપિયા 10 કરોડના ખર્ચે તૈયાર થશે

શ્રમ નિકેતન નામની આવી છાત્રાલયો ઔદ્યોગિક ટાઉનશીપમાં બનાવવામાં આવશે, જ્યાં 15,000 થી વધુ મજૂરો કાર્યરત છે.

આ MoUમુજબ સાત માળની ઇમારતમાં 4,138 ચોરસ મીટર વિસ્તારમાં શ્રમયોગી હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમાં મલ્ટીપર્પઝ હોલ, ડાઇનિંગ હોલહશે. તે રૂપિયા 10 કરોડના ખર્ચે તૈયાર થશે.

હોસ્ટેલમાં 1,000 થી વધુ મજૂરોને સમાવવાની ક્ષમતા હશે

હોસ્ટેલમાં 1,000 થી વધુ મજૂરોને સમાવવાની ક્ષમતા હશે

આ પ્રોજેક્ટ જાહેર - ખાનગી - ભાગીદારી મોડમાં 28 મહિનામાં પૂર્ણ થશે. હોસ્ટેલમાં 1,000 થી વધુ મજૂરોને સમાવવાની ક્ષમતા હશે. તેમાંચાર, આઠ, બાર અને ચોવીસ વ્યક્તિઓ માટે સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી રૂમ હશે.

આ MoU પર શુક્રવારના રોજ સાણંદઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને ગુજરાત સરકારના વેલ્ફેર કમિશનર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્ટેલ શ્રમનિકેતન અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે 28 મહિનામાં પૂર્ણ કરાશે. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ થનારી આ હોસ્ટેલમાં અંદાજે 1000 ઉપરાંત શ્રમયોગીઓ રહિ શકે તેવી વ્યવસ્થા કરાશે. એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા 4, 8, 12 અને 24 વ્યક્તિઓ રહિ શકે તેવા રૂમ બનાવાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા

English summary
More than 1000 workers will get Refuge, MoU signed for 'Shram Niketan' scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X