નરેન્દ્ર મોદી જુન બાદ દેશભરમાં 100 જાહેરસભા સંબોધશે

આ બાબત અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, જૂન પછી મોદી અને ભાજપના ટોચના પદાધિકારીઓ આશરે 100 રેલીઓ અને જાહેર સભા યોજવાનું આયોજન કરી રહ્યા છે. ભાજપ મતદારોને જીતવા બે પરિબળ પર નિર્ભર છે - મોદી તરફી જુવાળ અને યુપીએ સરકારની વધતી સમસ્યાઓ. પક્ષનું માનવું છે કે સરકાર વિરોધી જુવાળ ઉભો કરવા તેની પાસે સીબીઆઇનું વલણ, ભ્રષ્ટાચાર અને ચીનનું કથિત આક્રમણ જેવા મુદ્દા છે અને મતદારો સમક્ષ તમામ સમસ્યાઓને સારી રીતે રજૂ કરવામાં મોદી માહેર છે.
કર્ણાટકમાં તેમની પ્રથમ સભા લિટમ્સ ટેસ્ટ તરીકે જોવાતી હતી. આ રેલીને નોંધપાત્ર સફળતા મળ્યા પછી નેતાઓએ આજે વધુ બે રેલીઓનું આયોજન કર્યું છે. પક્ષના નેતાએ કહ્યું હતું કે ‘આ તો ટ્રેલર છે, પિકચર હજુ બાકી છે.' ઉત્તરપ્રદેશમાં પક્ષના નેતાઓનું કહેવું છે કે મોદી સૌથી લોકપ્રિય ચહેરો છે. પ્રાદેશિક એકમના નેતાઓની એક બેઠક ચોથી મે ના રોજ યોજાશે, જેમાં રાજ્ય અને મોદીના પ્રચાર કાર્યક્રમ માટે વ્યૂહરચનાની ચર્ચા થશે.
આ બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પણ ચર્ચા થવાની શકયતા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય પછી મોદી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ બની શકે છે. વ્હોર્ટન સ્કૂલ મોદીનું ભાષણ રદ કરે એ અમેરિકન કોંગ્રેસની ધાર્મિક સ્વાતંત્ર્ય પરની સ્વતંત્ર સમિતિ મોદીના વિઝા પર પ્રતિબંધ મૂકવાનું જાળવી રાખવાનું ભલે કહે. પણ ભાજપ તેના આ સૌથી લોકપ્રિય ચહેરાને આગળ વધારવા મક્કમ છે.
આ દરમિયાન ચોથી અને પાંચમી મેના રોજ ભાજપના સરકારી વિરોધી આંદોલન 'ભાંડાફોડ આંદોલન'માં મોદી કે રાજનાથ સિંહ, એલ.કે.અડવાણી, સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી જેવા પક્ષના અન્ય નેતાઓ સંબોધશ નહીં. દરમિયાન મોદી ધીમે ધીમે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર બનવા આગળ વધી રહ્યા હોય તેમ લાગે છે.
તેમણે સાધુ-સંતોના આશિર્વાદ મેળવ્યા પછી આરએસએસ પર તેમને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાનું દબાણ વધ્યું છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે મતભેદો ધરાવતા મોદીને બાબા રામદેવના મંચ પર લોકપ્રિય સાધુ-સંતોનો ટેકો મેળવવામાં સફળતા મળી હતી.












Click it and Unblock the Notifications
