For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વન રક્ષક સહાયક અને વનપાલ સહાયકની ભરતીમાં કોઇ ગેરરીતિ નહીં : અધ્યક્ષ

|
Google Oneindia Gujarati News

forest
સુરત, 13 એપ્રિલ : વન રક્ષકની જગ્યા ઉપર વન રક્ષા સહાયક અને વનપાલની જગ્યા ઉપર વનપાલ સહાયકની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવેલ હોવાના સમાચારો વિવિધ દૈનિક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધં થયા હતા. આ વર્તમાનપત્રોમાં થયેલા આક્ષેપોના બાબતે વન રક્ષક સહાયક અને વનપાલ સહાયક ભરતી સમિતિના અધ્યક્ષ દ્વારા જાહેર રદિયો આપવામાં આવ્‍યો છે.

વન રક્ષકની જગ્યા‍ ઉપર વનરક્ષક સહાયક અને વનપાલની જગ્યા ઉપર વનપાલ સહાયકની ભરતી અંગે જાહેરાત આપવામાં આવી હતી. સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ અનુસાર જીલ્લા કક્ષાએ એક સમિતિની નિમણુંક કરવાની હોય છે જે અનુસાર સુરત જિલ્લામાં પણ આ ભરતી અન્વયે પાંચ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે.

ગાંધીનગરના 24 ઓગસ્ટ, 2012ના પત્રમાં અનુક્રમ નંબર-9 ઉપર શારીરિક કસોટીમાં ઉપસ્થિત રહેવા માટે જે દસ્તાવેજોની ચકાસણી કરવાનું સૂચવવામાં આવ્યું છે. તેમાં ઓન લાઈન અરજીની પ્રીન્ટ, પોસ્ટો ઓફિસમાં ફી ભર્યાનું ચલણ અને કોલ લેટર લઈને ઉમેદવારે ઉપસ્થિત થવાનું રહેશે તેવું સ્પષ્ટપણે જણાવેલું છે.

ઓજસ વેબસાઈટ ઉપરથી ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કરવાના હતા જેમાં પણ ઉમેદવાર માટે અનુ.નં.1 થી 15 સુચના અનુસાર અરજી, કોલ લેટર તથા પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભર્યા અંગેનું ચલણ સાથે લાવવાનું રહેશે અન્યથા શારીરિક કસોટીમાં ઉપસ્થિત થવા દેવામાં આવશે નહી તેવી સ્પવષ્ટઅ સુચના આપવામાં આવી છે.

આ સુચનાઓ અનુસાર ધલુડી ગામે ગ્રામ્ય પોલીસ મુખ્યે મથક ખાતે તા.8 એપ્રિલ, 2013થી 10 એપ્રિલ, 2013 સુધી વન રક્ષક સહાયક અને વનપાલ સહાયકની શારીરિક કસોટી અંગે ઉમેદવારોના રજીસ્ટ્રેશન કરનાર કર્મચારીઓને ઉપર મુજબની સુચનાનું પાલન કરવા સમિતિ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

તારીખ 8 એપ્રિલ, 2013ના રોજ કેટલાક ઉમેદવારો પરીક્ષા ફીના ચલણ, અરજીપત્રકની નકલ વિના શારીરિક કસોટીમાં ઉપસ્થિત થતા તેમની પાસેથી ઉપરોકત દસ્તાવેજોની માંગણી રજીસ્ટ્રેશનના ટેબલધારક દ્વારા કરવામાં આવી હતી તે દરમિયાન કેટલાક ઉમેદવારો પાસે પરીક્ષા ફીના ચલણ તથા કોલ લેટર ન હતા. જેથી આવા ઉમેદવારો શારીરિક કસોટી માટે માન્ય ગણાય કે કેમ તે અંગે સમિતિ દ્વારા તેની ઉપલી કક્ષાએથી સ્પષ્ટતા મેળવી ઉમેદવારોને કોલ લેટર વગર પણ શારીરિક કસોટીમાં ઉપસ્થિત રહેવા માટે લાયક ગણવાનો નિર્ણય તુર્ત જ લેવામાં આવ્યો હતો.

જેથી કોઈ ઉમેદવાર કસોટીમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો નથી. તેમ જ આવા પ્રકારનો કોઈ બનાવ અંગે ઉમેદવાર દ્વારા રજુઆત મળી નથી. સુરત જિલ્લાની વન રક્ષક અને વનપાલ સહાયક ભરતી સમિતીના અધ્યરક્ષ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, સરકારના 8 જૂન, 2012ના ઠરાવ અને અગ્ર મુખ્ય વન સરક્ષક, ગુજરાત રાજય ગાંધીનગરના 24 ઓગસ્ટ, 2012ના પત્ર અન્વયે મળેલી સુચના તથા સ્થાનિક ભરતી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા માટે નિમણુંકના હુકમ કરવામાં આવ્યો હતો.

જે મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી 30 જેટલા અનુભવી અને તાલીમ પામેલા સરકારી વ્યાયામ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક કર્મચારી માટે સુપરવીઝન અને ચકાસણી માટે સુરત વન વિભાગમાં ફરજ બજાવતા ન હોય તેવા સુરત જિલ્લા બહારના છોટા ઉદેપુર, વલસાડ, કાકરાપાર તાલીમ કેન્દ્રના મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી.

શારીરિક ક્ષમતા કસોટીમાં દોડ, લાંબો કુદકો, ઉચો કુદકો, પુલઅપ્સનની દરેકની કસોટી તબક્કાવાર ઉમેદવારોની નક્કી કરેલા માપદંડો મુજબ સફળ રીતે પાસ થવાનું હોય છે. નિયત કરેલા ઠરાવો અન્વયે શારીરિક કસોટીમાં જે મુજબના માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. તેની ઉમેદવારોના કોલ લેટરમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

શારીરિક ક્ષમતા કસોટીમાંથી સફળ રીતે પસાર થયેલા ઉમેદવારોની શારીરિક લાયકાતના માપદંડમાં આવતા હોય તેવા જે તે કેટેગરીના ઉમેદવારોન લાયક ગણવાનું ઠરાવવામાં આવેલું છે તે મુજબ મેદાન ઉપર કસોટી હાથ ધરાઈ હતી.

ભરતી પ્રક્રિયાના અધ્યાક્ષ તથા તમામ સભ્યોની સતત હાજરીમાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ધલુડી ગ્રામ્ય, પોલિસ મુખ્ય મથક ખાતે મેદાનની બહાર અને મેદાનની અંદર દરેક ઈવેન્ટાના સ્થળે પોલીસ સ્ટાફ મુકવામાં આવ્યો હતો.

તેમના ઉપર ચાર જેટલા પોલિસ સબ ઈન્પેકટરની દેખરેખ રાખવામાં આવી હતી. તેમજ પોલિસ સ્ટાફની દરરોજ ફેરબદલી કરવામાં આવી હતી. કસોટી પૂર્ણ કરવા 80 જેટલા અધિકારી / કર્મચારીની ઉપરાંત પોલિસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી હતી. જેથી આ ભરતી સંપૂર્ણ રીતે પારદર્શક રીતે તટસ્થ રીતે હાથ ધરવામાં આવેલ હોઈ દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિધ્ધે થયેલા સમાચારો સત્યથથી વેગળા છે.

English summary
No malpractice in recruitment of forest guard assistant : Chairman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X