For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે, રંગોનો રાજા કહેવાતો કેસૂડો થઈ રહ્યો છે નામશેષ

ભારત સહિત નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં રંગોનો રાજા કહેવાતો કેસૂડો એટલે કે પલાશનુ વૃક્ષ ધીમે ધીમે હવે લુપ્ત થવાના આરે છે.

|
Google Oneindia Gujarati News

ભારત સહિત નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં રંગોનો રાજા કહેવાતો કેસૂડો એટલે કે પલાશનુ વૃક્ષ ધીમે ધીમે હવે લુપ્ત થવાના આરે છે. કહેવાય છે કે લોકો પહેલા રંગોનો તહેવાર હોળી આવે એટલે કેટલાય દિવસો અગાઉથી ધૂળેટીમાં રંગ બનાવવા માટે કેસૂડાના વૃક્ષ પર આવતા કેસરી રંગના કેસૂડાના ફૂલમાંથી રંગ બનાવી ધૂળેટી રમવામાં આવતી હતી. રાજા મહારાજા પણ મોટી માત્રામાં આ કેસૂડાના ફુલોમાંથી જ રંગ બનાવીને હોળી ધૂળેટીના પર્વને ઉજવતા હતા.

palash

પરંતુ સાંપ્રત અત્યાધુનિક યુગમાં કેમિકલ યુક્ત કલર આવી જવાના કારણે લોકો આજે કેસૂડાને ભૂલી રહ્યા છે. તો બીજી બાજુ સાતપુડાના પર્વતોની હારમાળા જ્યાં આવેલી છે તેવા ભરૂચ જિલ્લામાં ફોર લેન હાઈવે બનતા ઘણા બધા કેસૂડાના વૃક્ષો કાપી નાખ્યા હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જેના કારણે પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે આવી ગયા છે.

Recommended Video

પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે, રંગોનો રાજા કહેવાતો કેસુડો થઈ રહ્યો છે નામશેષ

સરકાર દ્વારા નવા માર્ગ તો બનાવવામાં આવે છે પરંતુ જેટલા પ્રમાણમાં વૃક્ષો કપાય છે તેટલા નવા છોડ રોપીને તેને ઉછેરવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જેની સીધી અસર પર્યાવરણ પર પડી રહી છે.

આ પણ વાંચોઃ એ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબઆ પણ વાંચોઃ એ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબ

English summary
Palash tree is near to extinction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X