• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપ અને જૂનાગઢ શોકમાં, પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાનું નિધન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જૂન : મળી રહેલા સમાચાર અનુસાર ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્વમાં કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા અને જૂનાગઢથી પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાનું સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જેના કારણે જૂનાગઢમાં અને બીજેપી ગઢમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

નોંધનીય છે કે ભાવનાબેનની તબિયત લથડવાને કારણે બુધવારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે તેમના પર સફળ સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરોએ તેમને ભયમુક્ત હોવાનું જાહેર કર્યું હતું. જોકે આજે સવારે તેમને હૃદય રોગનો હુમલો આવવાના કારણે તેમનું નિધન થયું હતું. આ સમચાર મળતા જ જૂનાગઢવાસીઓ અને બીજેપીમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે.

ગુજરાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનાબેનના અકાળે થયેલા નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું કે ''એ જાણીને ખૂબ જ દુ:ખ થયું કે ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલીયા આપણી વચ્ચે નથી રહ્યા. અમે એક કુશળ કાર્યકર્તા ગુમાવ્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''

ભાજપના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રવક્તા વિજય રૂપાણી શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ''તેઓ બીજેપીની એક મૂડી હતા. જૂનાગઢમાં ભાજપનો વ્યાપ વધારવામાં તેમનો મોટો ફાળો હતો. તેમના પરિવારને ખોટ સાલે તે સ્વાભાવિક છે પરંતુ બીજેપીને પણ તેમના જવાથી ભારે ખોટ પડી છે. તેમણે રાજ્ય ક્ષેત્રે અને કેન્દ્ર ક્ષેત્રે એક ઉમદા કાર્યકર તરીકે કામ કર્યું છે અને તેઓ બહેનોમાં ખૂબ જ ચહિતા હતા.''

ભાજપના પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ''ગુજરાતના ખૂબજ હિમ્મતવાન મહિલાનેતા ગુમાવ્યાનું દુ:ખ છે. તેમનું વ્યક્તિત્વ એકદમ કાર્યરત હતું. તેમની પાસેથી સમાજને, રાજ્યને ઘણી અપેક્ષાઓ હતી. અમારી પાર્ટીને પણ ભારે નુકસાન થયું છે. તેઓ જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી જ અમે પાડોશી તરીકે જ, એક જ પરિવાર તરીકે વર્તતા હતા, કારણ કે હું અમરેલીનો છું. તેમનો ધારદાર સ્વભાવ હતો. પરંતુ તેઓ વિરોધ કરવા કે પ્રોટેસ્ટ કરવા આવ્યા હોય તો પણ તેમના ચહેરા પર સ્મિત તો હોય જ. બધી જ કાર્યકર બહેનો થાકીને બેસી જાય પરંતુ ભાવના બહેન ઊભે પગે જ હોય. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનાબેન ચીખલીયા 1992માં પહેલીવાર જૂનાગઢના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને બાદમાં તેઓ સતત 4 ટર્મ સુધી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ ઉપરાંત ભાવનાબેન કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાવનાબેનનો જૂનાગઢમાં ભારે દબદબો હતો અને મહિલાઓના તેઓ પ્રિય હતા.

પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેનનું નિધન

પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેનનું નિધન

તસવીરમાં ભાવનાબેન ચીખલીયા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથે નજરે પડે છે.

નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત

''એ જાણીને ખૂબ જ દુ:ખ થયું કે ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલીયા આપણી વચ્ચે નથી રહ્યા. અમે એક કુશળ કાર્યકર્તા ગુમાવ્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''

વિજય રૂપાણી, પ્રદેશ પ્રવક્તા બીજેપી

વિજય રૂપાણી, પ્રદેશ પ્રવક્તા બીજેપી

''તેઓ બીજેપીની એક મૂડી હતા. જૂનાગઢમાં ભાજપનો વ્યાપ વધારવામાં તેમનો મોટો ફાળો હતો. તેમના પરિવારને ખોટ સાલે તે સ્વાભાવિક છે પરંતુ બીજેપીને પણ તેમના જવાથી ભારે ખોટ પડી છે. તેમણે રાજ્ય ક્ષેત્રે અને કેન્દ્ર ક્ષેત્રે એક ઉમદા કાર્યકર તરીકે કામ કર્યું છે અને તેઓ બહેનોમાં ખૂબ જ ચહિતા હતા.''

પુરુષોત્તમ રુપાલા, પ્રદેશ પ્રમુખ ભાજપ

પુરુષોત્તમ રુપાલા, પ્રદેશ પ્રમુખ ભાજપ

''ગુજરાતના ખૂબજ હિમ્મતવાન મહિલાનેતા ગુમાવ્યાનું દુ:ખ છે. તેમનું વ્યક્તિત્વ એકદમ કાર્યરત હતું. તેમની પાસેથી સમાજને, રાજ્યને ઘણી અપેક્ષાઓ હતી. અમારી પાર્ટીને પણ ભારે નુકસાન થયું છે. તેઓ જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી જ અમે પાડોશી તરીકે જ, એક જ પરિવાર તરીકે વર્તતા હતા, કારણ કે હું અમરેલીનો છું. તેમનો ધારદાર સ્વભાવ હતો. પરંતુ તેઓ વિરોધ કરવા કે પ્રોટેસ્ટ કરવા આવ્યા હોય તો પણ તેમના ચહેરા પર સ્મિત તો હોય જ. બધી જ કાર્યકર બહેનો થાકીને બેસી જાય પરંતુ ભાવના બહેન ઊભે પગે જ હોય. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે.''

English summary
Narendra Modi tweets, Sad to know of demise of former Union Minister Bhavnaben Chikhalia. We have lost a dedicated Karyakarta in her. May her soul rest in peace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X