આંતરાષ્ટ્રીય યોગ દિવસ: શાહ અને બાબાએ અમદાવાદમાં કર્યા યોગ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ટ પર આજે ત્રીજા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ગુરુ બાબા રામદેવ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વિજય રૂપાણી અને યોગ કરીને આ દિવસની ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે આ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ પર 1.25 લાખ લોકોએ એક સાથે યોગ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત આ યોગા દિવસના નિમિત્તે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન સમેત ભાજપના અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી.

amitshah

ઉલ્લેખનીય છે કે વિશ્વયોગ દિવસ નિમિત્તે 18મી જૂનથી જ અમદાવાદમાં ઠેર ઠેર નાની મોટી યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી અને 18 જૂનથી 21 જૂન સુધી મફતમાં લોકોને યોગ શિબિર દ્વારા યોગાસનની માહિતી આપવામાં આવી હતી. આ સાથે ગુજરાતભરમાં પણ અનેક જગ્યાએ શાળા, કોલેજ અને બગીચાઓમાં યોગના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સાથે જ યોગ દિવસ નિમિત્તે કોઇ અનિચ્છનીય બનાવના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો પણ ઠેર ઠેર લાદવામાં આવ્યો છે.

AMITSHAH
English summary
3rd International Yoga Day celebrations at Ahmedabad with Baba Ramdev and Amit Shah
Please Wait while comments are loading...