• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

84 કોસી પરિક્રમા અયોધ્યાઃ સોમવારે દેશવ્યાપી આંદોલન

|
Google Oneindia Gujarati News

લખનઉ, 25 ઑગસ્ટઃ અયોધ્યામાં ફરી એકવાર 1992 જેવો માહોલ સર્જાયો છે, ચારો તરફ ફ્લેગ માર્ચ કરતા સેનાના જવાનો અને પોલીસની ચોકીઓ. આવું એ માટે છે, કારણ કે, એક તરફ વિશ્વ હિન્દુ પરિષદ આજથી અયોધ્યા-ફૈઝાબાદ સહિત છ જિલ્લાઓમાંથી પસાર થવાની 84 કોસી પરિક્રમા યાત્રા કરવા જઇ રહ્યાં છે. બીજી તરફ તેને રોકવા માટે પ્રદેશમાં સરકારે જાળ ફેલાવી દીધું છે. આ વચ્ચે મળતી માહિતી અનુસાર વિહિપ નેતા પ્રવિણ તોગડિયા, રામવિલાસ વેદાંતી અને ગોપાલદાસની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અશોક સિંઘલની લખનઉ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.

આ વચ્ચે જાણવા મળ્યા અનુસાર અશોક સિંઘલનું સ્વાસ્થ્ય બગડ્યું છે. તેમ છતાં તેઓ દિલ્હી જવા તૈયાર નથી. બીજી તરફ સપાના નેતા રાજેન્દ્ર ચૌધરી દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તે પ્રકારનું નિવેદન કરતા કહ્યું છેકે, અમે ઉત્તર પ્રદેશને ગુજરાત નહીં બનવા દઇએ. ઉત્તર પ્રદેશમાં વિહિપની 84 કોસી પરિક્રમા યાત્રામાં કરવા દેવામાં નહીં આવતા અશોક સિંઘલે કહ્યું છે કે, સોમવારથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત દિલ્હીમા જંતર-મંતર પરથી કરવામાં આવશે.

સરકારની ચાલને જોતો વિહિપ પણ દરેકપળે પોતાની રણનીતિ બદલી રહી છે. આ વચ્ચે અયોધ્યા તરફ કૂચ કરી રહેલા સેંકડોની સંખ્યામાં સંતોની આગરા, ઝાંસી વિગેરે જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે. ભૂમિગત થઇ ચૂકેલા વિહિપ નેતાઓ અને સાધુ-સંતોની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં આવનારા તીર્થ યાત્રીઓને પણ ત્યાં જતા અટકાવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ અયોધ્યામાં પહેલાથી જ હાજર તીર્થ યાત્રીઓને તક મળતા સમય પહેલા જ પોત-પોતાના ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યાં છે.

અયોધ્યામાં બચ્યા છે માત્ર સ્થાનિક નિવાસી

વર્તમાનમાં અયોધ્યામાં સ્થાનિક નિવાસીઓ ઉપરાંત જો કોઇ બહારના છે તો માત્ર અને માત્ર પોલીસ દળ. અયોધ્યા-ફૈઝાબાદ જિલ્લાની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ યુપી સીમા સાથે જોડાયેલા સમીપવર્તી રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર તથા છત્તીસગઢની સીમાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાને સફળ બનાવવા માટે વિહિપ ગુપ્ત રણનીતિ તૈયાર કરી રહ્યું છે. જેમાં આરએસએસ(સંઘ) પણ તેનું માર્ગદર્શન કરી રહ્યું છે. પ્રશાસને વિહિપની યોજનાની ભાળ મેળવવા અયોધ્યાના મહત્વપૂર્ણ વિસ્તારો પર જાસૂસી કર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 10 અસ્થાયી જેલો પણ બનાવવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે યાત્રાને સકુશળ સંપન્ન કરવામાં પ્રશાસનનો સહયોગ માંગ્યો છે. તેમણે કહ્યું છે કે, તે જાતે જ આ યાત્રામાં સામેલ થશે. ડીએમ અને એએસપીએ અયોધ્યામાં તૈનાત પુલિસકર્મીઓને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવાના નિર્દેશ આપ્યા છે અને કહ્યું છે કે કાયદો વ્યવસ્થા બગાડનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હોટલ, ધર્મશાળાઓ, બસ અને રેલવે સ્ટેશનો પર ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે.

પ્રવીણ તોગડિયાની ધરપકડ

પ્રવીણ તોગડિયાની ધરપકડ

અયોધ્યામાં 84 કોસી પરિક્રમામાં હાજરી આપવા આવેલા વિહિપ નેતા પ્રવીણ તોગડિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અશોક સિંઘલની ધરપકડ

અશોક સિંઘલની ધરપકડ

લખનઉ એરપોર્ટ ખાતે વિહિપ ચીફ અશોક સિંઘલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દિલ્હી પરત ફરી જવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે તેણે દિલ્હી નહીં પરંતુ અયોધ્યા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વિહિપ નેતા અને સાધુઓની ધરપકડ

વિહિપ નેતા અને સાધુઓની ધરપકડ

84 કોસી પરિક્રમા યાત્રામાં હાજર રહેવા માટે આવેલા વિહિપ નેતાઓ અને સાધુઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

લખનઉ એરપોર્ટ બહાર વિરોધ પ્રદર્શન

લખનઉ એરપોર્ટ બહાર વિરોધ પ્રદર્શન

વિહિપ ચીફ અશોક સિંઘલની લખનઉ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવતા એરપોર્ટ બહાર વિહિપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

છાવણીમાં ફેરવાયું અયોધ્યા

છાવણીમાં ફેરવાયું અયોધ્યા

વિશ્વ હિન્દુ પરિષદ આજથી અયોધ્યા-ફૈઝાબાદ સહિત છ જિલ્લાઓમાંથી પસાર થવાની 84 કોસી પરિક્રમા યાત્રા કરવા જઇ રહ્યાં છે. બીજી તરફ તેને રોકવા માટે પ્રદેશમાં સરકારે જાળ ફેલાવી દીધું છે.

3 હજાર સેના જવાનો અયોધ્યામાં તૈનાત

3 હજાર સેના જવાનો અયોધ્યામાં તૈનાત

વિહિપ નેતાઓને આગળ વધતાં અટકાવવા અને કાયદો વ્યવસ્થા ખોળવાય નહીં તે અર્થે સેનાના 3 હજાર જેટલા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સંત-મહાત્મા પહોંચ્યા અયોધ્યા

સંત-મહાત્મા પહોંચ્યા અયોધ્યા

આ વચ્ચે 84 કોસી પરિક્રમામાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં દેશના વિવિધ ખુણેથી પ્રમુખ સંત-મહાત્મા અયોધ્યા પહોંચી રહ્યાં છે. આ લોકો શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં વિશ્રામ કરી રહ્યાં છે. પોલીસ અને પ્રશાસનના કડક વલણ સામે ગુસ્સો વ્યક્ત કરીને અયોધ્યા માટે અલગ-અલગ ટોળીઓને રવાના કરવામાં આવશે.

અનેક સ્થળો પર કરવામાં આવી રહી છે ધરપકડ

અનેક સ્થળો પર કરવામાં આવી રહી છે ધરપકડ

પ્રદેશના કોઇપણ શહેરમાં જો કોઇ સંત અયોધ્યા તરફ આગેકૂચ કરતો જોવા મળે છે, તો તુરત તેની ધરપકડ કરવામાં આવી રહી છે. પ્રદેશની પ્રવેશ સીમા પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યા છે. સંતોની ટોળી રાજસ્થાન બોર્ડર પાર કરીને ચૈમા શાહપુર ગામે પહોંચી ગયા છે. અહીં 66 સંતોની ધરપકડ કરવામાં આવી છે.

અનેક સંતો પર શાંતિ ભંગ કરવા બદલ કાર્યવાહી

અનેક સંતો પર શાંતિ ભંગ કરવા બદલ કાર્યવાહી

જો કે, એસડીએમ કિરાવલી રાધા એસ. ચૌહાણે જણાવ્યા પ્રમાણે 45 સંતની ધરપકડ કરવામાં આવી છે. ચિત્રકૂટથી અયોધ્યા જઇ રહેલા 17 સંતોની સાતમીલ પાસે પોલીસે ધરપકડ કરી છે. પિકઅપથી અયોધ્યા જઇ રહેલા 17 સંતો વિરુદ્ધ શાંતિ ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીઓ નિવેશ કટિયારે જણાવ્યું કે, કાયદો-વ્યવસ્થાને ડહોળવા દેવામાં આવશે નહીં.

English summary
Security has been tighten in Ayodhya due to 84 Kosi Yatra of VHP today. Police is strictly taking action against saints moving towards Faizabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X