For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલિયન તારાઓની મદદથી સંદેશાવ્યવહાર કરે છે, વૈજ્ઞાનિકોનો દાવો

એલિયન્સના અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકોના પણ જુદા જુદા મંતવ્યો છે. તાજેતરમાં એક વૈજ્ઞનિકે દાવો કર્યો હતો કે એલિયન્સ તારાઓ દ્વારા એકબીજાને સંદેશો મોકલે છે.

By By Desk
|
Google Oneindia Gujarati News

આપણે બાળપણથી જ અન્ય વિશ્વના પ્રાણીઓ એટલે કે એલિયન્સ તરીકે ઓળખાતા જીવો વિશે સાંભળતા આવ્યા છીએ. તે મનુષ્યો માટે કોઈ ભૂતથી ઓછુ નથી, જે લોકોએ જોયા હોય તે વિવિધ દાવાઓ કરે છે, જે લોકોએ જોયા નથી તે લોકો રમુજી વાર્તા માત્ર માને છે. એલિયન્સના અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકોના પણ જુદા જુદા મંતવ્યો છે. તાજેતરમાં એક વૈજ્ઞનિકે દાવો કર્યો હતો કે એલિયન્સ તારાઓ દ્વારા એકબીજાને સંદેશો મોકલે છે.

વૈજ્ઞાનિકોના વિચિત્ર દાવા

વૈજ્ઞાનિકોના વિચિત્ર દાવા

આપણે ભારતીયોને એલિયન્સમાં થોડો વધારે રસ છે. બોલિવૂડમાં અન્ય દુનિયાના જીવો પર ઘણી ફિલ્મો બની છે, જેમાં સૌથી પ્રખ્યાત રિતિક રોશનની 'કોઈ મિલ ગયા' છે. રિતિક રોશનના પિતા રાકેશ રોશન જે ટેકનિકનો ઉપયોગ જાદુને બોલાવવા માટે કરે છે એવો જ કંઈક દાવો એક વૈજ્ઞાનિકે કર્યો છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ એક સંશોધન અહેવાલ શેર કર્યો છે, જે ચર્ચામાં છે.

તારાઓની મદદથી વાતચીત કરે છે

તારાઓની મદદથી વાતચીત કરે છે

Perhaps they are everywhere? નામના આ રિસર્ચ પેપરમાં કરવામાં આવેલા દાવાઓ એલિયન્સ વિશે અત્યાર સુધી કરવામાં આવેલા દાવાઓથી અલગ છે. સંશોધકો દાવો કરે છે કે આકાશમાં ચમકતા તારાઓનો ઉપયોગ એલિયન્સ એકબીજા સાથે વાતચીત કરવા માટે કરે છે. વૈજ્ઞાનિકે આ પેપરમાં લખ્યું છે કે એલિયન્સની ટેકનોલોજી આપણા કરતા ઘણી અલગ અને સારી છે.

એલિયન્સ આપણા કરતા ઘણા આગળ છે

એલિયન્સ આપણા કરતા ઘણા આગળ છે

તેમણે કહ્યું કે, એલિયન્સનું ભૌતિકશાસ્ત્ર આપણાથી આગળ છે, તેઓ ક્વોન્ટમ ઈનટેંગલમેંટ જેવી મુશ્કેલ પ્રક્રિયા પર કામ કરે છે. ક્વોન્ટમ ઈનટેંગલમેંટ પ્રક્રિયામાં, ઘણા પાર્ટીકલ એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાયેલા હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ક્રિયા એક ભાગ પર થાય છે, તો તે બીજાને અસર કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે જો એલિયન્સ અન્ય ગ્રહ પર અસ્તિત્વ ધરાવે છે, તો તેઓ તેમના ગુપ્ત સંદેશને છુપાવવા માટે આપણા કરતા વધુ સારી તકનીકનો ઉપયોગ કરે છે.

બીજા ગ્રહ પર જીવનના ઘણા રહસ્યો ખુલી શકે છે

બીજા ગ્રહ પર જીવનના ઘણા રહસ્યો ખુલી શકે છે

મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી વૈજ્ઞાનિકોને ક્વોન્ટમ ઈનટેંગલમેંટ સિદ્ધાંત પર સંશોધન માટે 450 મિલિયન યુએસ ડોલરનું રોકાણ મળ્યુ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયાનો અભ્યાસ બીજા ગ્રહ પર જીવન વિશેના મોટા રહસ્યો ઉજાગર કરી શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો આ અભ્યાસ દ્વારા મનુષ્યો માટે ટેકનોલોજી વિકસાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આ ટેકનોલોજી મનુષ્યો માટે ક્રાંતિકારી સાબિત થશે

આ ટેકનોલોજી મનુષ્યો માટે ક્રાંતિકારી સાબિત થશે

વૈજ્ઞાનિકોના મતે, જો ક્વોન્ટમ ઈનટેંગલમેંટ ટેકનોલોજી વિકસાવવામાં આવે તો તે સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. હાલમાં, અન્ય ગ્રહ પર એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ અહેવાલ નથી. જો કે, સમય સમય પર વિશ્વના વિવિધ દેશોમાં UFO જોવાના દાવાઓ થયા છે.

English summary
Aliens communicate with the help of stars, scientists claim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X