For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Article370: તો આ છે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનું કારણ

સોમવારે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જમ્મુ કાશ્મીરને અનુચ્છેદ 370ના મળેલુ સ્પેશિયલ સ્ટેટસ હવે ખતમ કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જમ્મુ કાશ્મીરને અનુચ્છેદ 370ના મળેલુ સ્પેશિયલ સ્ટેટસ હવે ખતમ કરી દેવામાં આવ્યુ છે. કાલે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલને પાસ કરી દેવામાં આવ્યુ, બિલના પક્ષમાં 125 મત અને 61 વિપક્ષામાં મત પડ્યા, આ બિલમાં જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવા અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોગવાઈ શામેલ છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ જ્યાં ભાજપ ઉજવણી મનાવી રહી છે. વળી, બીજી તરફ કોંગ્રેસે આના પર કડક વિરોધ વ્યક્ત કર્યો છે.

કાશ્મીર અને લદ્દાખમાં લોકતંત્ર મજબૂત ન થઈ શક્યુ

કાશ્મીર અને લદ્દાખમાં લોકતંત્ર મજબૂત ન થઈ શક્યુ

રાજ્યસભામા બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનુચ્છેદ 370ને કાશ્મીરમાંથી હટાવવુ બહુ જરૂરી થઈ ગયુ હતુ કારણકે 370ના કારણે જ આજ સુધી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લોકતંત્ર મજબૂત નથી થઈ શક્યુ. જમ્મુ કાશ્મીરમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ 370ના કારણે નથી મળી શકી, અભ્યાસ અને રોજગાર નથી મળી રહ્યો. લોકો ત્યાં ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.

'ઘાટીના ગામ આજે પણ ગરીબીમાં જીવવા માટે મજબૂર છે'

'ઘાટીના ગામ આજે પણ ગરીબીમાં જીવવા માટે મજબૂર છે'

અમિત શાહે આગળ કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં જે પાકિસ્તાનના શરણાર્થી ગયા તેમને આજ સુધી નાગરિકતા નથી મળી શકી. દેશના 2 પ્રધાનમંત્રી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ આપ્યા છે. મનમોહન સિંહ અને ઈન્દ્રકુમાર ગુજરાલ, એટલુ જ નહિ 370એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખથી લોકતંત્ર ત્યાં મજબૂત નથી થઈ શક્યુ અને ભ્રષ્ટાચાર વધતો રહ્યો. ઘાટીના ગામ આજે પણ ગરીબીમાં જીવવા મજબૂર છે કારણકે ત્યાં સારી આરોગ્ય સુવિધાઓ આ 370ના કારણે નથી મળી શકી. જ્યારે મહિલા વિરોધ, દલિત વિરોધ અને આતંકવાદની જડ આ 370 જ છે.

370 એ જમ્મુ કાશ્મીરના લોકોને નુકશાન કર્યુ છે

370 એ જમ્મુ કાશ્મીરના લોકોને નુકશાન કર્યુ છે

શાહે કહ્યુ કે આ પ્રસંગે આજે હું અમારા પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામાપ્રસાદ મુખર્જીને પણ યાદ કરવા ઈચ્છુ છે. તેમણે કહ્યુ હતુ કે 41800 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કલમ 370 ના હોત તો આ લોકોના જીવ ન જતા. અમિત શાહે કહ્યુ કે મોટાભાગના પર વાતો ટેકનિક પર થઈ જ્યારે કલમ 370ની ઉપયોગિતા પર કોઈ વાત ન થઈ. આનાથી શું મળવાનુ તેના પર કોઈ વાત ન થઈ. આના કારણે ઘાટી, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના લોકોને નુકશાન થયુ છે એટલા માટે તેને હટાવવુ બહુ જરૂરી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી યુગ પુરુષ છે, તેમને આપવામાં આવે ભારત રત્નઃ ભાજપ સાંસદઆ પણ વાંચોઃ પીએમ મોદી યુગ પુરુષ છે, તેમને આપવામાં આવે ભારત રત્નઃ ભાજપ સાંસદ

English summary
The Home Minister said the "obstacle of Article 370" had to be removed to embrace the citizens of Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X