For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલ

ગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 1984ના સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટે ઉંમર કેદની સજા ફટકારી છે. 34 વર્ષ બાજ આ મામલામાં આવેલા ફેસલાનો દિલ્હીના સીએમ કેજરીવાલે સ્વાગત કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે સજ્જન કુમારને સજા ફટકાર્યાના ફેસલાનું સ્વાગત છે અને અપેક્ષા રાખીએ છીએ કે 2002ના ગુજરાત રમખાણો અને મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા આપવામાં આવશે.

રમખાણોમાં સામેલ દરેક નેતાને સજા મળે

રમખાણોમાં સામેલ દરેક નેતાને સજા મળે

સજ્જન કુમારને દોષિત કરાર આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દંગામાં સામેલ અન્ય નેતાઓને પણ સજા મળવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે ઓછામાં ઓછા 34 વર્ષ બાદ સિખ સમુદાયના લોકોને ન્યાય મળ્યો છે. અપેક્ષા છે કે આ મામલામાં સામેલ અન્ય મોટા નેતાઓને પણ સજા મળશે.

ગુજરાત અને મુઝફ્ફરનગર રમખાણોના ષડયંત્રકારોને પણ સજા મળે

તેમણે અપેક્ષા જતાવી છે કે ગુજરાત અને મુઝફ્ફરનગર રમખાણોના ષડયંત્રકારોને પણ આવી રીતે જ સજા મળશે. ઉલ્લેખનીય છે કે સિખ વિરોધી રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ફેસલો આવતાં જ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું, આ નિર્દોષ અને પીડિતો માટે બહુ લાંબો ઈંતેજાર રહ્યો, જેમની હત્યા સત્તામાં રહેનારાઓએ કરી હતી.

રમખાણોનું ષડયંત્ર રચનારાઓને છોડવા ન જોઈએ

રમખાણોનું ષડયંત્ર રચનારાઓને છોડવા ન જોઈએ

કેજરીવાલે કહ્યું કે કોઈ ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, કોઈપણ દંગામાં સામેલ હોવા પર તે શખ્સને છોડવો ન જોઈએ. સોમવારે દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના ફેસલાને પલટતાં સજ્જન કુમારને ઉંમર કેદની સજા ફટકારી હતી. કોર્ટે આ દરમિયાન કહ્યું કે 37 વર્ષ બાદ દિલ્હીમાં 1947 જેવો કત્લેઆમ થયો હતો. આરોપીઓને બચાવવા અને કેસને દબાવવાની પૂરી કોશિશ કરવામાં આવી હતી.

અમિત શાહનો આરોપઃ 1984ના રમખાણોમાં કોંગ્રેસીઓએ કર્યા મહિલાઓ પર બળાત્કારઅમિત શાહનો આરોપઃ 1984ના રમખાણોમાં કોંગ્રેસીઓએ કર્યા મહિલાઓ પર બળાત્કાર

English summary
Arvind Kejriwal says Those behind 2002 Gujarat, Muzaffarnagar riots should be punished
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X