FSSAIની મંજૂરી વગર જ બજારમાં આવી બાબા રામદેવની મેગી

બાબા રામદેવની મેગી બજારમાં આવી તો ખરા પણ આવવાની સાથે જ તે ગૂંચવાઇ ગઇ વિવાદોના વંટોળમાં. પતંજલી આટા નૂડલ્સે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ એટલે કે એફએસએસએઆઇ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. જો કે ભલે FSSAI તેને મંજૂરી ના આપી હોય પણ આ મેગીના પેકેટ પર FSSAIનો થપ્પો છે.

ત્યારે એફએસએસએઆઇના અધિકારીઓનું કહેવું છે કે તેમણે આ ઉત્પાદન માટે લાયસન્સ આપ્યું જ નથી. એફએસએસએઆઇના ચેયરપર્સન આશીષ બહુગુણાનું કહેવું છે કે પતંજલી આટા નૂડલ્સને અમારી તરફથી કોઇ અપ્રૂવલ નથી મળ્યું. વળી તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે અમને આની કોઇ જાણકારી નથી. અને અમે આની વિરુદ્ધ કાર્યવાહી કરશું.

ત્યારે સલાલ તે આવે છે કે જ્યારે એફએસએસએઆઇ આ મેગીને કોઇ લાયસન્સ જ નથી આપ્યું તો મેગીના પેકેટ પર લાઇસન્સ નંબર 10014012000266 કેવી રીતે છપાયો.

baba ramdev

તમને જણાવી દઇએ કે ઉત્પાદને બજારમાં ઉતરવા માટે રાજ્ય સરકારની અનુમતિ લેવી પડે છે. અને એફએસએસએઆઇની અનુમતિ સિવાય બજાર તેની વેચી પણ નથી શકાતું. અને આમ કરવું ગેરકાનૂની છે.

તો બીજી તરફ બાબા રામદેવના પ્રવક્તા એસ કે તિજારવાલાનું કહેવું છે કે એફએસએસએઆઇની તરફથી આ વર્ષે ઓગસ્ટમાં લાયન્સ લેવામાં આવ્યું હતું જે બાદ અલગથી કોઇ લાયસન્સ લેવાની જરૂર નથી. તેમ છતાં તે તમામ દસ્તાવેજો તપાસીને વધુ માહિતી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X