For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવિંદા બનીને 'દહી હાંડી' ફોડશે નરેન્દ્ર મોદી!

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 ઑગસ્ટઃ હાલના દિવસોમાં ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યા મોદીના નમો મંત્રની ગુંજ છે. મોદીને અઘોષિત તરીકે પોતાના પીએમ ઉમેદવાર જાહેરી કરી ચૂકેલી ભારતીય જનતા પાર્ટી જાણે છે કે, તેમની ચૂંટણીની નાવડીને જો કોઇ કિનારે લાવી શકે છે તો તે માત્ર અને માત્ર મોદી જ છે. મોદીને આગળ પ્રોજેક્ટ કરીને ભાજપ લોકસભા ચૂંટણીમાં સત્તાની ખુરશી પર બેસવા માગે છે. તેવામાં મોદી એકમાત્ર સહારો છે.

ભાજપ પર ચૂંટણી ખુમાર એ રીતે વધી ગયો છે કે, પાર્ટી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મેળવવા માટે એકપણ તક ગુમાવવા માગતી નથી. ત્રીજ-તહેવારને પણ હવે ચૂંટણી પ્રચારનું સાધન બનાવવામાં આવી રહ્યું છે. મોદીની લોકપ્રિયતાને વધારવામાં લાગેલા ભાજપે જન્માષ્ટમી પર્વને પ્રચાર તરીકે લેવાનું શરૂ કરી દીધું છે.

મોદીના પ્રચારમાં લાગેલા ભાજપે આ વખતે જન્માષ્ટમીના અવસરે આયોજિત દહી હાંડીમાં ભાગ લેવા આવનારા ગોવિંદાઓને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના મુખોટા અને ફોટોવાળી ટી-શર્ટ વહેંચી છે. મુંબઇ ભાજપના આશીષ શેલારના નેતૃત્વમાં થનારી આ જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લઇ રહેલા અંદાજે 350 જેટલા મંડળોના ગોવિંદાઓને માદીની ટીશર્ટ અને મુખોટા વહેંચવામાં આવ્યા. આ ગોવિંદા આ મુખોટા અને ટીશર્ટ સાથે મુંબઇની જાણીતી દહી હાંડી પ્રતિયોગિતામાં ભાગ લેશે. મોદીના મુખોટા પહેરેલા આ ગોવિંદા મટકી ફોડશે.

modimask
મુખોટા અને ટીશર્ટ ઉપરાંત ભાજપે આ ગોવિંદાઓને વિમા પોલીસીઓ પણ વહેંચી. ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું કે, દહી હાંડી મંડળોના અંદાજે 30 હજાર સભ્યોનો 1.5 લાખ રૂપિયા પ્રતિવ્યક્તિના કવરવાળી વીમા પોલીસી આપવામાં આવી છે. નોંધનીય છે કે, જન્માષ્ટમી હિન્દુઓના લોકપ્રિય તહેવારોમાનો એક છે. દર વર્ષે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં લાખોની સંખ્યામાં ગોવિંદા દહી હાંડી કાર્યક્રમોમાં ભાગ લે છે, જ્યાં મટકી ફોડ કરી ભગવાન કૃષ્ણને યાદ કરવામાં આવે છે.
English summary
The BJP distributed masks and tshirts with Gujarat Chief Minister Narendra Modi's picture on them to members of 'dahi-handi' festival teams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X