For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટો ખુલાસો: મુઝફ્ફરનગર રમખાણોનો બદલો હતો પટણા બ્લાસ્ટ!

|
Google Oneindia Gujarati News

પટણા, 28 ઓક્ટોબર: પટણામાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રોની માનીએ તો તપાસમાં એ બાબત સામે આવી છે કે મુઝફ્ફરનગર રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે હજી આ વાતની ખરાઇ કરી નથી.

બિહારની રાજધાની પટણામાં ભારતીય જનતા પાર્ટીની હુંકાર રેલી પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઇ ગઇ છે. આ વિસ્ફોટોમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હોવાનું કહેવાઇ રહ્યું છે.

પોલીસ અનુસાર, ઘાયલોમાંથી એકનું મોત મોડી રાત્રે થયું હતું, જેનાથી મરનારાઓની સંખ્યા છ થઇ ગઇ છે. પોલીસના વડા અધિકારીઓ અનુસાર આ વિસ્ફોટ પાછળ આઇએમનો હાથ છે અને તેના માટેની પૂર્વતૈયારીઓ રાંચીમાં કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી ચાર શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે.

tehseen akhter
પટણામાંથી ધરપકડ કરવામાં આવેલ શંકાસ્પદની ઓળખ ઇમ્પિયાઝના રૂપમાં કરવામાં આવી છે, જે રાંચીનો રહેનાર છે. તેની પાસેથી ઘણા ફોન નંબર મળી આવ્યા છે.
આ ઘટનામાં છના મોત અને 83 લોકો ઘાયલ થયા છે.

આ આખા મામલાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ પટણા પહોંચી ગઇ છે. આ ઘટના બાદ પટણા સહિત આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોની મફત સારવારની જાહેરાત કરી છે.

English summary
Blasts in Patna to avenge the riots in Muzaffarnagar suspect says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X