બિહારમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટ, કોંસ્ટેબલ ઘાયલ

bihar-map
હાજીપુર, 16 જુલાઇ: બિહારના વૈશાલી જિલ્લાની હાજીપુર કોર્ટ પરિસરમાં મંગળવારે થયેલા એક વિસ્ફોટમાં મહિલા કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળેથી પોલીસને એક જીવીત મળી આવ્યો છે.

આ વિસ્ફોટ દરમિયાન કોર્ટ હાજર થવા માટે આવેલી કેદી ફરાર થઇ ગયો હતો પરંતુ તેને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યો હતો. વૈશાલીના પોલીસ કમિશ્નર સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે હાજીપુર કોર્ટમાં સવારે લૂંટકાંડના આરોપી સંતલાલ નામના કેદીને હાજર કરવાનો હતો.

આ દરમિયાન કોર્ટ પરિસરમાં બે અજાણ્યા લોકો દ્વારા લગાવવામાં આવેલા વિસ્ફોટકનો બ્લાસ્ટ થયો હતો જેથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેનો લાભ લઇને સંતલાલ ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક મહિલા કોંસ્ટેબલને સામાન્ય ઇજા પહોંચી છે. તેમને જણાવ્યું હતું કે આ ઘટના તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી પોલીસે એક જીવતો બોમ્બ પ્રાપ્ત કરી લીધો છે જેને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો છે. બંને લોકોની ઓળખ કરવા માટે ત્યાં હાજર લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરેશ ચૌધરીએ દાવો કર્યો હતો કે આ વિસ્ફોટ સંતલાલને છોડાવવા માટે કરાવવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X