For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટન પીએમ ભારતમાં, હેલિકોપ્ટર ડીલ અંગે થઇ શકે છે ચર્ચા

By Super
|
Google Oneindia Gujarati News

camron
મુંબઇ, 18 ફેબ્રુઆરીઃ બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિન કેમરોન ત્રણ દિવસની ભારત યાત્રા પર આજે સવારે અહીં પહોંચ્યા. પોતાની યાત્રા દરમિયાન તે પ્રમુખ ઉદ્યોગપતિઓને મળશે અને ટોચના નેતાઓ વિભિન્ન મુ્દ્દાઓ પર વાતચીત કરશે.

એવી સંભાવના છે કે કેમરોનની કાલે ટોચના નેતાઓ સાથે થનારી બેઠકમાં તેમની સાથે એંગ્લો-ઇટાલિયન કંપની સાથે જોડાયેલા 3600 કરોડ રૂપિયાના હેલીકોપ્ટર ગોટાળા મામલમાં અને જાણકારી માંગી શકે છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથે સોદા હેઠળ ત્રણ હેલિકોપ્ટરની આપૂર્તિ પહેલા જ કરવામાં આવી છે. તેનું નિર્માણ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડમાં થયો છે.

કેમરોનની યાત્રા એ સમયે થઇ રહી છે જ્યારે ભારત કરાર રદ કરવાની દિશામાં પગલાં ભરી રહ્યાં છે. ઇટલીના તપાસકર્તાઓએ તપાસમાં જાણ્યું કે એયરોસ્પેસ સમૂહ ફિનમેનિકાના વિદેશી અધિકારીઓએ લાંચ આપીને કાયદો તોડ્યો છે. ફિનમેનિકા ઓગસ્ટા વેસ્ટલેન્ડની મૂળ કંપની છે.

કેમરોન અહીં સવારે 8.30 મિનિટે પહોંચ્યા. તેની આગેવાની પ્રોટોકોલ મંત્રી સુરેશ શેટ્ટી તથા મહારાષ્ટ્ર સરકારે વરિષ્ઠ અધિકારીઓએલ આગેાવાની કરી. તેમની સાથે એક મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે, જેમાં બ્રિટનની પ્રમુખ કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારી, ચર્ચિત વિશ્વવિદ્યાલયોના કુલપતિ તથા વરિષ્ઠ સરકારી અધિકારી સહતિ અન્ય લોકો સામેલ છે.

વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, મુંબઇમાં કેમરોનના કાર્યક્રમમાં હિન્દુસ્તાન યૂનિલીવરના મુખ્યાલયનો પ્રવાસ તથા ઉદ્યોગપિતઓ સાથેની બેઠક સામેલ છે. આ ઉપરાંત તે સેન્ટ જેવિયર્સ સ્કૂલ જશે અને પોલીસ મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે નવી દિલ્હી માટે રવાના થશે.

English summary
Having arrived in India with the largest trade delegation taken abroad by a British Prime Minister, David Cameron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X