For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8700 કરોડના ખર્ચે તૈયાર થશે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, જાણો આ NPR શું છે?

8700 કરોડના ખર્ચે તૈયાર થશે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, જાણો આ NPR શું છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટને લઈ દેશભરમાં થઈ રહેલ ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે મંગળવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને (NPR) મંજૂરી મળી ગઈ છે. જનસંખ્યા અપડેટ કરવા માટે 8500 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આગામી વર્ષે એપ્રિલ મહિનામાં જનસંખ્યા રજિસ્ટરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. NPR એટલે દેશમાં રહેતા નાગરિકોની યાદી, છેલ્લે 2015માં ડોર-ટૂ-ડોર સર્વે કરી ડેટા અપટેડ કરવામાં આવ્યા હતા.

NPR શું છે?

NPR શું છે?

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)એ દેશમાં રેગ્યુલર રીતે નોંધાયેલા નાગરિકોનું રજિસ્ટર, આ યાદી સિટિઝનશીપ એક્ટ 1955 અને સિટિઝનશીપ રૂલ્સ, 2003ના પ્રાવધાનો અંતર્ગત સ્થાનિક (ગામ/વિસ્તાર), તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે તૈયાર કરવામાં આવે છે. દરેક ભારતીય નાગરિકો માટે એનપીઆરમાં નોંધણી કરાવવી ફરજીયાત છે. એનપીઆરમાં એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવે છે જેઓ દેશના કોઈપણ વિસ્તારમાં 6 મહિના કે તેથી વધુ સમયથી રહી રહ્યા હોય.

ઉદ્દેશ્ય શું છે?

ઉદ્દેશ્ય શું છે?

દેશભરમાં દરેક નાગરિકોની વ્યાપક ઓળખનો ડેટાબેઝ તૈયાર કરવાનો એનપીઆરનો ઉદ્દેશ્ય છે. ડેટાબેઝ વસ્તી વિષયક તેમજ બાયોમેટ્રિક વિગતો હશે. દેશભરના બધા જ નાગરિકો પાસેથી આધાર નંબર, મોબાઈલ નંબર, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડની ડિટેલ અને ભારતીય પાસપોર્ટ નંબર સહિતની માહિતી એકઠી કરવામાં આવશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ મામલે આધાર કાર્ડની માહિતી શેર કરવી સ્વૈચ્છિક રાખવામાં આવી છે એટલે કે કોઈ નાગરિક ઈચ્છે તો આધારની ડિટેલ આપી શકે અને ના આપે તો પણ કોઈ સવાલ નહિ કરી શકે.

એપ્રિલથી પ્રક્રિયા શરૂ થશે

એપ્રિલથી પ્રક્રિયા શરૂ થશે

આ બેઠકમાં 2021ની જનગણતરી અને એનપીઆરને અપડેટ કરવાની ઔપચારિક મંજૂરી મળવાની સંભાવના જતાવવામાં આવી હતી. આસામને બાદ કરતાં બાકીના બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં એનપીઆર અપડેટ કરવાની પ્રક્રિયા આગામી વર્ષે એપ્રિલથી શરૂ થનાર છે, જે સપ્ટેમ્બર સુધી ચાલશે. પહેલીવાર વર્ષ 2010માં એનપીઆર બનાવવાની શરૂઆત થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે 2015માં ડોર ટૂ ડોર સર્વેક્ષણ અને અપડેટ માટે ડેટાનું ડિટિટલીકરણ હવે પૂરું થઈ ગયું છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યા મુજબ કેબિનેટે વસ્તી ગણતરી માટે 8754.23 કરોડના ખર્ચાને મંજૂરી આપી છે અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે 3941.35 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.

આ રાજ્યોએ એનપીઆર પર કામ બંધ કર્યું

આ રાજ્યોએ એનપીઆર પર કામ બંધ કર્યું

પશ્ચિમ બંગાળ અને કેરળે એનપીઆર પર કામ કરવાનું બંધ કરી દીધું છે. સંસદના બંને સદનમાં સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) પાસ થયા બાદ આવું થયું છે. ગત અઠવાડિયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન એક્ટ 2019ને ધ્યાનમાં રાખી ઉઠાવવામાં આવેલ ચિંતાઓ પર વિચાર કર્યા બાદ હવે રાજ્ય સરકારે ફેસલો લીધો છે કે તેઓ એનપીઆરને અપડેટ કરવાની પ્રક્રિયામાં સહયોગ નહિ કરે. એનઆરસીને સરળ બનાવવા માટે આ પગલું ભર્યું છે.

મમતા બેનરજીએ શું કહ્યું

મમતા બેનરજીએ શું કહ્યું

જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરની તૈયારી અને અપડેટ અંગેની બધી જ ગતિવિધિઓ પશ્ચિમ બંગાળમાં અટકાવી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારની મંજૂરી વિના એનપીઆર સાથે જોડાયેલ એકેય ગતિવિધિ કરવામાં નહિ આવે. પશ્ચિમ બંગાળની સરકારે નાગરિકતા સંશોધન કાનૂન આવ્યા બાદથી એનપીઆર પર ચાલી રહેલ કામ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. બંગાળના એવા ત્રણ રાજ્ય (કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળ)માંથી એક છે જેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે તેઓ પોતાને સીએએ લાગૂ નહિ થવા દે. પરંતુ કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ મામલે રાજ્યો પાસે એકેય વિકલ્પ નથી.

ઝારખંડનુ ફાઈનલ રિઝલ્ટઃ મહાગઠબંધને જીતી 47 સીટો, ભાજપ 25માં સમેટાયુઝારખંડનુ ફાઈનલ રિઝલ્ટઃ મહાગઠબંધને જીતી 47 સીટો, ભાજપ 25માં સમેટાયુ

English summary
cabinet approves national population register, what is NPR know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X