જુલાઇથી રેલવે ટિકિટ કેન્સલ કરાવવાનું મોંધું બનશે

રેલવેએ ભાડું રિફન્ડ કરાવવાનાં પોતાનાં નિયમોમાં 15 વર્ષ બાદ ફેરફાર કર્યો છે. આ કારણે મુસાફરો પર વધુ બોજ આવી ગયો છે. રિઝર્વ ટિકિટ માટે અત્યાર સુધી 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવતા મુસાફરોને કેન્સલેશન ચાર્જ કાપીને રૂપિયા પાછા મળતા હતા જે હવે 48 કલાક કરી દેવાયા છે.
અનરિઝર્વ એટલે કે જનરલ ટિકિટનું આખું રિફન્ડ (કેન્સલેશન ચાર્જ રૂપિયા 20 કાપીને) ટિકિટ આપ્યાનાં ત્રણ કલાકની અંદર કોઈ પણ કાઉન્ટર પરથી મેળવી શકાય છે. પહેલા તે સ્ટેશન માસ્તરની પાસે જ રિફન્ડ થઈ જતા હતા. જો જનરલ ટિકિટ વહેલી ખરીદાઈ છે તો ટ્રેન પ્રસ્થાન કર્યાનાં 24 કલાક પહેલા રદ કરાવવા પર કેન્સલેશન ચાર્જ કાપીને બાકીનું ભાડુ રિફન્ડનાં રૂપમાં મળશે. આ નિયમ પહેલી જુલાઈ, 2013થી અમલી બનશે. રેલવે એ આ નિયમ વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરોની ટિકિટ જલ્દી કન્ફર્મ થાય તે માટે અમલી બનાવ્યો છે.












Click it and Unblock the Notifications
