ચેન્નઇમાં ભારે વરસાદ, શાળા કોલેજ મંગળવારે રહેશે બંધ

Posted By:
Subscribe to Oneindia News

ભારે વરસાદના પગલે તમિલનાડુ સરકારે શાળા અને કોલેજમાં મંગળવારે રજા જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અહીં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ત્યાંની સરકાર દ્વારા સાવચેતીના પગલાં હેઠળ શાળા અને કોલેજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તંજાવુર અને કાંચીપુરમમાં વરસાદના કારણે સ્થિતિ વધુ બગડી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. અને સામાન્ય જન જીવન અસ્થ વ્યસ્ત થયું છે. વધુમાં તંજાવુરમાં ભારે વરસાદના પગલે એક માણસની મોત પણ થઇ છે. માટીની દિવાલ તેની પર પડતા 38 વર્ષીય વ્યક્તિની મોત થઇ છે તેમ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

chennai rains

ઉત્તરપૂર્વીય ચોમાસાના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અને આવનારા સમયમાં પણ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે.સાથે જ સરકાર દ્વારા લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા. અને મુશ્કેલીના સમયમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ લેવાનું જણાવ્યું છે. વધુમાં તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ત્યારે સરકાર દ્વારા હાલ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અને તંત્ર પણ પળે પળની સ્થિતિ પર નજર રાખીને બેઠું છે. આવનારા ચોવસી કલાકમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે.

English summary
Chennai received heavy rains on Monday leading to waterlogging in various parts of the city.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.