બિલ ગેટ્સ અને CM યોગીની મુલાકાત, રોકાણ અંગે થઇ વાત

Written By:
Subscribe to Oneindia News

માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમના પત્ની મિલિંડા ગેટ્સ પણ હાજર હતા. લખનઉમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બિલ ગેટ્સે યોગિ આદિત્યનાથ સાથે ઉત્તર પ્રદેશમાં કાર્યરત મિલિંડા ફાઉન્ડેશન અંગે ચર્ચા કરી હતી અને આ દરમિયાન યોગી સરકારના કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. યોગી આદિત્યનાથ અને બિલ ગેટ્સ વચ્ચે યુપીમાં રોકાણ અંગે પણ ચર્ચા થઇ હતી. મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની શરૂઆત વર્ષ 2000માં બિલ ગેટ્સ અને તેમના પત્નીએ કરી હતી, જેને પછીથી શિક્ષણ ક્ષેત્રે પણ આગળ ધપાવવામાં આવ્યું હતું. આ વિશ્વની કેટલીક સૌથી મોટી પ્રાઇવેટ સંસ્થાઓમાંથી એક છે.

Uttar Pradesh

ભારતની મુલાકાતે આવેલ બિલ ગેટ્સે પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતમાં વિભિન્ન કલ્યાણકારી પહેલો અંગે ચર્ચા કરી હતી. બિલ ગેટ્સ અને ગૃહમંત્રીની બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે, એક ભારતીય એનજીઓ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા(પીએચએફઆઈ)ની માન્યતા એપ્રિલમાં ગૃહ મંત્રાયલ દ્વારા રદ્દ કરવામાં આવી હતી. જન સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરતા આ એનજીઓને ભંડોળ પૂરું પાડતા સંસ્થાનોમાંનું એક હતું ગેટ્સ ફાઉન્ડેશન. ગુરૂવારે બિલ ગેટ્સે કહ્યું હતું કે, જો ભારત 20 વર્ષ સુધી 7 ટકાનો સરેરાશ વૃદ્ધિ દર, સમાનતાના આધારે મેળવે તો આ દેશની ઉલ્લેખનીય ઉબલબ્ધિ હશે. જીએસટી એ સકારાત્મક દિશામાં લેવામાં આવેલ પગલું છે.

English summary
CM Yogi Adityanath and Bill Gates held a meeting in Lucknow, dignitaries also present.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.