For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉશ્કેરણીજનક ભાષણઃ 10 દિવસ બાદ કોંગ્રેસ લેશે ઓવૈસી સામે પગલાં

By Super
|
Google Oneindia Gujarati News

Akbaruddin_Owaisi
હૈદરાબાદ, 3 જાન્યુઆરીઃ મજલિસ એ ઇત્તેહાદ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ભાઇ અકબરુદ્દીન ઓવૈસીના ઉશ્કેરણીજનક ભાષણ મામલે આખરે કોંગ્રેસે આકરા પગલાં ભરવાની વાત કરી છે. રાજ્ય કોંગ્રેસે કહ્યું છે કે અકબરુદ્દીન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાના 10 દિવસ બાદ કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું છે. આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી આબિદ આર ખાને કહ્યું કે સરકાર પુરાવા એકઠાં કરી રહી છે, જેથી આ મામલે મજબૂત એફઆઇઆર દાખલ કરી શકાય. ઓવૈસીએ 24 ડિસેમ્બર 2012ના રોજ અદિલાબાદમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું જેમાં તેમણે મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ હથિયાર ઉઠાવવા કહ્યું હતું. હૈદરાબાદ કોર્ટમાં ઓવૈસી વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે અને એફઆઇઆરને લઇને આજે કોર્ટમાં નિર્ણય કર્યો છે કે ઓવૈસી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે.

બીજી તરફ અકબરુદ્દીનના ભાઇ અસદદ્દીને કહ્યુ કે, હાં, આ સંબંધમાં એક ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાયદો જે નિર્ણય કરશે અમે તેની સાથે છીએ. હું તેના પર કંઇ કહેવા માગતો નથી કારણ કે મામલો કોર્ટમાં છે.

એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરે પણ આ અંગે ટ્વિટ કરતા કહ્યું છે કે, મુબઇમાં બે યુવતીઓની ફેસબુક પર કોમેન્ટ કરતાં જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ઉશ્કેરણીજનક ભાષણ કરવાં છતાં ઓવૈસી સામે કંઇ થયું નથી. 10 દિવસથી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.

આ પ્રકારના મામલામાં પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીને જેલ થઇ ચુકી છે. 2009માં વરૂણ ગાંધીને આ પ્રકારના ભાષણને લઇને ચૂંટણીપંચે નોટીસ ફટકારી હતી. આ પહેલીવાર નથી કે અકબરુદ્દીન વિવાદમાં રહ્યાં છે. બાંગ્લાદેશી લેખીકા તસ્લીમ નસરીન પરના હુમલાને લઇને પણ તેઓ ચર્ચામાં રહ્યાં હતા.

English summary
state Congress has finally promised to take action against Owaisi, who, not for the first time, has been proved controversial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X