For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાસ્ત્રીજીના પુત્રએ પોતાની જ પાર્ટી કોંગ્રેસની સરકાર પર કર્યા પ્રહારો

|
Google Oneindia Gujarati News

anil shastri
ભોપાલ, 11 માર્ચ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ પોતાની જ પાર્ટીના નેતૃત્વમાં ચાલી રહેલા કેન્દ્ર સરકારની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે. મધ્ય પ્રદેશની રાજધાનીના પ્રવાસે આવેલા શાસ્ત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મનમોહનસિંહ ઇમાનદાર છે, પરંતુ ભ્રષ્ટાચાર રોકવા માટેના પગલાં સમયસર નથી ઉઠાવાયા.

તેમણે જણાવ્યું કે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જ્યારે આંદોલન કર્યું ત્યારે લોકપાલ બિલ લાવવામાં આવ્યો. એક સવાલ સવાલના જવાબમાં તેમણે મોઘવારી પર નિયંત્રણ નહીં મેળવી શકવાની વાત પણ કરી. તેમનું કહેવું છે કે મોઘવારીના કારણે સામાન્ય વ્યક્તિનું જીવન મુશ્કેલ બની ગયું છે અને કેન્દ્ર સરકાર આ મોંઘવારી પર લગામ લગાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાસ્ત્રીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં એકતાની જરૂરીયાત જણાવતા કહ્યું કે રાજ્યની ભાજપ સરકારની હાલત ઠીક નથી અને જો કોંગ્રેસના નેતાઓ એક થઇ ગયા તો કોંગ્રેસને સરકાર બનાવવામાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તેમણે જણાવ્યું કે આજે જરૂરીયાત છે કે એ સંદેશ નીચે સુધી જાય કે કોંગ્રેસી નેતા એક થઇ ગયા છે.

English summary
Congress leader Anil Shastri fire on own party during Bhopal tour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X