For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 લાખને પાર પહોંચ્યા કોરોનાના મામલા, 24 કલાકમાં 4970 કેસ નોંધાયા

1 લાખને પાર પહોંચ્યા કોરોનાના મામલા, 24 કલાકમાં 4970 કેસ નોંધાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉનનો ચોથો તબક્કો લાગૂ થવા છથા પણ કોરોના વાયરસનો કહેર થમતો જોવા નથી મળી રહ્યો. મંગળવારે કોરોના વાયરસના દર્દીના આંકડા એક લાખને પાર પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ પાછલા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 4970 નવા મામલા સામે આવ્યા છે અને 134 લોકો મૃત્યુ પામ્યા છે. જે બાદ દર્દીની કુલ સંખ્યા વધીને 1 લાખ 1 હજાર 139 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3163 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

Coronavirus

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 33053 કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં 11379 કોરોના પોઝિટિવ અને તમિલનાડુમાં પણ 11224 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 10 હજાર 52 થઈ ગઈ છે. આ સ્થિતિમાં આગલા થોડા દિવસો ભારત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે.

મહારાષ્ટ્ર- ગુજરાતે ટેંશન વધાર્યું, દિલ્હીમાં પણ કોરોના દર્દીની સંખ્યા 10 હજારને પારમહારાષ્ટ્ર- ગુજરાતે ટેંશન વધાર્યું, દિલ્હીમાં પણ કોરોના દર્દીની સંખ્યા 10 હજારને પાર

જો મૃત્યુની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમા કુલ 1198 લોકોના મોત થયા છે, ગુજરાતમાં 659 લોકોના મોત થયા છે, તમિલનાડુમાં 78 લોકોના મોત થયા છે, દિલ્હીમાં 160 લોકોના મોત થયાં છે, રાજસ્થાનમાં 131 લોકોના મોત થયાં છે અને મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમા 248 લોકોના મોત થયા છે.

English summary
coronavirus cases cross 1 lakh mark in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X