For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસોમાં ચડાવ-ઉતાર યથાવત, છેલ્લા 24 કલાકમાં 2364 નવા કેસ, 10ના મોત

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ યથાવત છે. જાણો લેટેસ્ટ આંકડા..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવ યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 19 મેના આંકડાઓ મુજબ ભારતે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2364 નવા કોરોના વાયરસને કેસ નોંધ્યા છે. વળી, એક દિવસમાં 10 લોકોના કોવિડ-19થી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2582 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 419 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 228 સક્રિય કેસોમાં ઘટાડો આવ્યો છે.

દેશમાં પૉઝિટિવિટી રેટ 0.50 ટકા

દેશમાં પૉઝિટિવિટી રેટ 0.50 ટકા

દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5 લાખ 24 હજાર 303 પર પહોંચી ગયો છે. દેશમાં કોવિડ-19માંથી ડિસ્ચાર્જ થયેલા લોકોની કુલ સંખ્યા 42589841 થઈ ગઈ છે. દેશમાં કોરોના પોઝિટિવ રેટ 0.50 ટકા છે. દેશમાં સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.55% છે.

ભારતમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકા

ભારતમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકા

આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના માટે કુલ 84.54 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક દિવસમાં 4,77,570 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 191.79 કરોડ

દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 191.79 કરોડ

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 1,91,79, 96,905 છે. છેલ્લા 24 કલાકમાં 13 લાખ 71 હજાર 603 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.22 ટકા છે.

English summary
Coronavirus Update: India reports 2364 fresh covid-19 cases and 10 lost their lives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X